AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: RCB VS DELHI મેચમાં પરસ્પર જીતના દાવા, શું પંજાબ બની શકશે’નવાબ’ !

IPL 2023 માં ગત અઠવાડિયે સ્પિનરોનો દબદબો રહ્યો હતો. અને આ અઠવાડિયામાં એ ટીમનો દબદબો રહ્યો જેમણે હરીફ ટીમના હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવી હતી. આ સપ્તાહમાં હોમ ગ્રાઉન્ડ પર ટીમ મેચ જીતવામાં નિષ્ફળ રહી છે.

IPL 2023: RCB VS DELHI મેચમાં પરસ્પર જીતના દાવા, શું પંજાબ બની શકશે'નવાબ' !
RCB and LSG likely to lose today's encounter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 1:32 PM
Share

IPL 2023 માં આજે એક નહીં પણ બે મેચ છે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે, જે બેંગ્લોરમાં રમાશે, તો બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટસ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે, જે લખનૌમાં રમાશે. આ બંને મેચ રમાવાની બાકી છે પણ તેના પરિણામ સાફ છે. આજે પ્રથમ મેચમાં દિલ્હી IPL 2023 ની પ્રથમ જીત નોંધાવી શકે છે. એટલે કે RCB ની હાર થઇ શકે છે. જ્યારે બીજી મેચમાં પંજાબ કિંગ્સની ટીમની જીત થશે. તમને પ્રશ્ન થશે કે આ કેવી રીતે બની શકે છે?

તો તમને જણાવી દઇએ કે આ અઠવાડિયામાં ટ્રેન્ડ કઇક આવો રહ્યો છે. IPL 2023 માં ગત અઠવાડિયું જેમ લેગ સ્પિનરના નામે રહ્યું હતું. આ સપ્તાહ તે ટીમોનો રહ્યો છે જેમણે હરીફ ટીમના હોમ ગ્રાઉન્ડ પર વિજય મેળવી છે. એટલે કે બીજી ટીમના હોમ ગ્રાઉન્ડ પર જઇને મેચ રમી છે.

IPL 2023 માં આ સપ્તાહ ‘મહેમાનો’નો રહ્યો

તેમ વિચારી રહ્યા હશો કે બીજી ટીમના હોમ ગ્રાઉન્ડ પર જઇને રમવાથી મેચના પરિણામ ના શું લેવા-દેવા? આ અઠવાડિયામાં જે ટીમે મેજબાની કરી છે તેને હારનો સામનો કરવો પડયો છે, અને જે ટીમ મહેમાન ટીમ રહી છે તેણે મેચમાં જીત મેળવી છે. જો તમને માનવામાં નથી આવી રહ્યું તો સોમવારથી લઇને શુક્રવાર સુધીના મેચની પરિણામના ટ્રેન્ડ જોઇ લઇએ.

10-14 એપ્રિલના ટ્રેન્ડ પર નજર કરીએ

10 એપ્રિલ એટલે કે સોમવારે લખનૌ સુપર જાયન્ટસ અને RCB વચ્ચે મેચ રમાઇ હતી. બેંગલુરૂ એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલ આ મેચમાં LSGની એક રનથી જીત થઇ હતી.

11 એપ્રિલ એટલે કે મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ પર રમાયેલ આ મેચમાં મુંબઇ ઇન્ડીયન્સની 6 વિકેટથી જીત થઇ હતી.

12 એપ્રિલ બુધવારે રાજસ્થાન રોયલ્સ પોતાની મેચ માટે ચેન્નઇ સુપર કિંગ્સના ગઢમાં પહોંચી હતી. ચેન્નઇના ચેપોક પર મેચ રમાઇ હતી. અહીં 2008 પછી રાજસ્થાનની જીત થઇ નથી. પણ આ હારના ટ્રેન્ડ પર રોક લગાવીને રાજસ્થાને ચેન્નઇને 3 રનથી માત આપી હતી.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

13 એપ્રિલના રોજ ગુરૂવારે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની ટીમ આમને-સામને થઇ હતી. મેચ મોહાલીમાં રમાઇ હતી, જે પંજાબ ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. આ મેચમાં પંજાબની 6 વિકેટથી હાર થઇ હતી.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

14 એપ્રિલ એટલે કે શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકત્તા નાઇટ રાઇડર્સના હોમ ગ્રાઉન્ડ પર રમવા ગઇ હતી. ઇડન ગાર્ડન્સમાં રમાયેલ આ મેચમાં ઓરેન્જ આર્મીએ 23 રનથી જીત મેળવી હતી.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

આજે દિલ્હી અને પંજાબની થશે જીત

અને હવે 15 એપ્રિલે પણ આજ ટ્રેન્ડ રહેશે તો છેલ્લી 6 મેચની જેમ આજની બંને મેચમાં મેજબાન ટીમની હાર થઇ શકે છે. આજે દિલ્હી IPL 2023 માં પોતાની પ્રથમ જીત મેળવી શકે છે. પંજાબની ટીમ જીતની નવાબ બની શકે છે કારણ કે બંને ટીમ મહેમાન ટીમ હશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">