Ravindra Jadeja પર કેમ થવા લાગ્યા આક્ષેપ, સોશિયલ મીડિયા પર જાડેજા થવા લાગ્યો ટ્રોલ

|

Jul 23, 2021 | 3:20 PM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ઇલેવન સામેની અભ્યાસ મેચમાં બંને ઇનીંગમાં અર્ધશતક લગાવ્યા હતા. અભ્યાસ મેચમાં તેની શાનદાર ઇનીંગ થી જાડેજા છવાઇ ગયો હતો. આ દરમ્યાન જ તે હવે ટ્રોલ થવા લાગ્યો છે.

Ravindra Jadeja પર કેમ થવા લાગ્યા આક્ષેપ, સોશિયલ મીડિયા પર જાડેજા થવા લાગ્યો ટ્રોલ
Ravindra Jadeja

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), જાતિવાદને પ્રોત્સાહન આપવાના મુદ્દે એક ટ્વિટથી ઘેરાઇ ગયો છે. જોકે જાડેજા પહેલા પણ આ રીતે ટ્વિટ કરતો રહ્યો છે. પરંતુ આ વખતે તેની ટ્વિટના ટાઇમીંગને કારણે તે ટીકાકારોના નિશાના પર આવી ગયો છે. ઘણાએ દાવો કર્યો હતો કે, જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમમાં તેના સાથી સુરેશ રૈના (Suresh Raina) ના સમર્થનમાં આવ્યો છે.

હકીકતમાં સુરેશ રૈનાએ કહ્યું હતું કે, તે બ્રાહ્મણ છે. તેથી જ તેને ચેન્નાઈની સંસ્કૃતિ અપનાવવામાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો. જાડેજાએ ટ્વિટર પર ‘RAJPUTBOY Forever જય હિન્દ’ સાથે પોસ્ટ કર્યું હતુ. આ ટ્વિટ પછી લોકોએ જાતિવાદને પ્રોત્સાહન આપવાના મુદ્દે તેને ઘેરી લીધો હતો. ફેન્સને જાડેજાનુ આ ટ્વિટ જરાય પસંદ નથી આવ્યુ. એક ફેન્સે કોમેન્ટમાં લખ્યું છે કે, તેને જાડેજાથી આવી ટ્વીટની અપેક્ષા નહોતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શુ હતો રૈનાનો મામલો, જાણો

જણાવી દઈએ કે રૈનાની વાત શું હતી. જ્યારે તમિળનાડુ પ્રીમિયર લીગ (TNPL) મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યો હતો એ દરમ્યાન રૈનાએ કહ્યું કે, મને લાગે છે, હું પણ બ્રાહ્મણ છું. હું 2004 થી ચેન્નાઈમાં રમી રહ્યો છું. રૈના એ ચેન્નાઈની સંસ્કૃતિ વિશે વાત કરતા કહ્યું હતું કે, હું સંસ્કૃતિને પ્રેમ કરું છું. હું મારા સાથી ખેલાડીઓને પ્રેમ કરું છું. જાડેજાનું આ ટ્વિટ રૈનાના સમર્થનમાં જોવા મળી રહ્યું છે. બંને ઘણા લાંબા સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યા છે. ભારતીય ટીમમાં સાથે મળીને ડ્રેસિંગ રૂમ પણ શેર કર્યો છે.

બેટથી તલવાર બાજીની સ્ટાઇલથી મનાવે છે જશ્ન

મેચ દરમિયાન અર્ધશતક ફટકાર્યા બાદ જાડેજા પોતાના બેટ તલવારની જેમ ગોળ ફેરવે છે. તેમના ટ્વિટ પછી ચાહકોનો એક વર્ગ જાડેજાની ટીકા કરી રહ્યો છે. કે ભારતમાં જાતિવાદ એક મોટી ચિંતા છે, જાડેજા જેવા મોટા ખેલાડીઓ તેને વધારી રહ્યા છે.

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકા સામે હિરો બનેલા દિપક ચાહરનુ બીજુ સ્વરુપ, ગીટાર સાથે સદાબહાર ગીતો સંભળાવ્યા, જુઓ

Next Article