
Rivaba Jadeja-Ravindra Jadeja : રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા પોતાના નિવેદનને લઈ ચર્ચામાં છે. આ નિવેદન તેમણે પોતાના પતિને લઈ આપ્યું છે. જેમાં તેમણે તેના ખુલ્લેઆમ વખાણ કર્યા છે. હવે પતિન વખાણ કરવા તો યોગ્ય છે પરંતુ તેમણે ટીમના અન્ય ખેલાડીઓ વિશે જે કહ્યું તે ખોટું છે. તેમણે ટીમના અન્ય ખેલાડીઓ પર ખોટા કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે તેમણે તેના પતિને લઈ કહ્યું કે, તે પોતાની જવાબદારી સમજે છે આ માટે ખોટું કામ કરતા નથી.
રિવાબા જાડેજાએ પોતાના પતિના વખાણ કરીને કહ્યું તેના વિશે જાણીએ. એક રાજકીય કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બોલતા, તેમણે કહ્યું કે, તેના પતિ રવિન્દ્ર જાડેજાને ક્રિકેટ રમવા માટે લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં જવું પડે છે. પરંતુ તેમ છતાં આજ સુધી તેને કોઈ વ્યસન નથી એટલે કે, તે કોઈ ખોટું કામ કર્યું નથી.
રિવાબાએ પોતાના પતિ રવિન્દ્ર જાડેજાના વખાણ કર્યા પરંતુ તેની આગળ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ખોટું કામ કરી રહ્યા છે. રિવાબાએ કઈ રીતે ખોટા કામ કરે છે તેની તરફ ઈશારો કર્યો હતો. આ વિશે સ્પષ્ટ થયું નથી.
રિવાબા જાડેજાએ આગળ કહ્યું કે,એવું નથી કે, તેનો પતિને આવા ખોટા કામ કરવાની કોઈ રોક-ટોક છે. તે ઈચ્છે તો કરી શકે છે પરંતુ તે કરતા નથી. કારણ કે, તે પોતાની જવાબદારીઓ સારી રીતે સમજે છે.
રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા હાલમાં ગુજરાત સરકારમાં શિક્ષા મંત્રી છે. રવિન્દ્ર જાડેજા ટેસ્ટ સીરિઝ ચાલતી હોવાથી ક્રિકેટથી દુર છે. આઈપીએલ 2026માં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ નહી પરંતુ રાજસ્થાન રોયલ્સની જર્સીમાં જોવા મળશે. જાડેજાએ પોતાના આઈપીએલ કરિયરની શરુઆત પણ રાજસ્થાન રોયલ્સ સાથે કરી હતી અને હવે તે ફરી એક વખત આ ફ્રેન્ચાઈઝી સાથે રમતો જોવા મળી શકે છે.