IND vs NZ: રવિન્દ્ર જાડેજા 3 વર્ષમાં પ્રથમ વાર શૂન્ય પર થયો આઉટ, 57 ટેસ્ટમાં 5 વાર ઝીરો પર વિકેટ ગુમાવી

|

Nov 28, 2021 | 2:44 PM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ અત્યાર સુધી 57 ટેસ્ટમાં 33.76ની એવરેજથી 2195 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં એક સદી અને 17 અડધી સદી ફટકારી છે.

IND vs NZ: રવિન્દ્ર જાડેજા 3 વર્ષમાં પ્રથમ વાર શૂન્ય પર થયો આઉટ, 57 ટેસ્ટમાં 5 વાર ઝીરો પર વિકેટ ગુમાવી
Ravindra Jadeja

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે ચાલી રહેલી, કાનપુર ટેસ્ટ (Kanpur Test) ની બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) નિષ્ફળ ગયો હતો. તે ખાતુ ખોલાવ્યા વગર બે બોલ રમ્યા બાદ આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાને ટિમ સાઉથી (Tim Southee) એ આઉટ કર્યો હતો. તેણે પાંચમી વિકેટના રૂપમાં 51 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં પણ સાઉદીની બોલિંગ પર ભારતીય ઓલરાઉન્ડર આઉટ થતાં તે બોલ્ડ થયો હતો. તે બીજા દાવમાં LBW થયો હતો.

રવિન્દ્ર જાડેજા હાલના સમયમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થવું આશ્ચર્યજનક હતું. તે ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય બાદ એકપણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો.

રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર પાંચ વખત જ શૂન્ય પર આઉટ થયો છે. તેણે અત્યાર સુધીમાં 57 ટેસ્ટ રમી છે. 2013માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ડરબન ટેસ્ટમાં તે પ્રથમ વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ પછી 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર માન્ચેસ્ટર ટેસ્ટ, 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશાખાપટ્ટનમ ટેસ્ટ, 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હૈદરાબાદ ટેસ્ટ. આ પછી હવે કાનપુર 2021માં ખાતું ખોલાવ્યા વિના બહાર થઈ ગયો છે. એટલે કે લગભગ ત્રણ વર્ષ બાદ તે શૂન્ય પર આઉટ થયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

બીજી ઇનિંગમાં પ્રથમ વખત શૂન્ય પર વિકેટ ગુમાવી

તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. કાનપુર ટેસ્ટ પહેલા દર વખતે તે પ્રથમ ઇનીંગમાં જ શૂન્ય પર આઉટ થયો છે. આ વખતે પહેલીવાર બીજી ઇનીંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાના પાંચ ડકમાંથી ચાર એલબીડબ્લ્યુ દ્વારા આવ્યા છે. તે 2013માં ડરબન ટેસ્ટમાં કેચ આઉટ થયો હતો. ત્યારથી, જ્યારે પણ તે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે, ત્યારે તે LBW આઉટ થયો છે. તેને જેપી ડ્યુમિની (સી), જેમ્સ એન્ડરસન, મોઈન અલી, જેસન હોલ્ડર અને ટિમ સાઉથીએ એલબીડબ્લ્યુ કર્યો છે.

 

WTCમાં જાડેજાનો પ્રથમ શૂન્ય

બીજી તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો હતો. આ સાથે ચેમ્પિયનશિપમાં ડક વિકેટ નહી ગુમાવવાનો તેનો સિલસિલો તૂટી ગયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શૂન્ય વિના સૌથી વધુ ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ ભારતના રોહિત શર્મા અને ઋષભ પંતના નામે છે. આ બંનેએ 27-27 ઇનિંગ્સ રમી છે. તેમના પછી ઈંગ્લેન્ડના ઓલી પોપ (24) અને ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન (23) આવે છે.

રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી 57 ટેસ્ટમાં 33.76ની એવરેજથી 2195 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં એક સદી અને 17 અડધી સદી ફટકારી છે. અણનમ 100 તેનો સર્વોચ્ચ સ્કોર છે. તેના નામે ટેસ્ટમાં 227 વિકેટ પણ છે.

 

આ પણ વાંચોઃ Arvalli: સોનગઢની મહિલાને જૂનાગઢના યુવક સાથે પ્રેમ થયો, અરવલ્લીમાં આવ્યો પ્રેમનો કરુણ અંજામ ! ડબલ મર્ડરનો ઉકેલાયો ભેદ

આ પણ વાંચોઃ IND vs NZ: ચેતેશ્વર પુજારા અને રહાણેના બેટ થી નિરાશા, વિદેશ અને ઘર આંગણે નિરાશાજનક રમત, બંને માટે સર્જાઇ શકે છે મુશ્કેલી!

Published On - 2:37 pm, Sun, 28 November 21

Next Article