Ravindra Jadeja: અંગ્રેજો વચ્ચે રવીન્દ્ર જાડેજાએ બતાવ્યો ‘હનુમાન’ અવતાર, ટેસ્ટ પહેલા જીમમાં પરસેવો પાડ્યો

|

Jun 20, 2022 | 7:21 AM

Cricket : IPL 2022 ની સીઝન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) માટે સારી રહી ન હતી. આમાં તેણે 10 મેચ રમી. જેમાં તેણે માત્ર 116 રન બનાવ્યા. જાડેજા બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો અને માત્ર 5 વિકેટ ઝડપી હતી.

Ravindra Jadeja: અંગ્રેજો વચ્ચે રવીન્દ્ર જાડેજાએ બતાવ્યો હનુમાન અવતાર, ટેસ્ટ પહેલા જીમમાં પરસેવો પાડ્યો
Ravindra Jadeja (PC: Instagram)

Follow us on

ભારતીય ટેસ્ટ ટીમ (Team India) આ દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિત લગભગ આખી ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. રિષભ પંત અને શ્રેયસ અય્યર હજુ આવ્યા નથી. ભારતીય ટીમે પણ ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

ટીમ ઈન્ડિયાને 1 જુલાઈથી ઈંગ્લેન્ડ (England Cricket) સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. મહત્વનું છે કે ગત વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ કોરોના કેસના કારણે છેલ્લી ટેસ્ટ મેચ રમી શકી ન હતી જે હવે રમાશે. આ શ્રેણીની નિર્ણાયક મેચ બનવા જઈ રહી છે. કારણ કે ટીમ ઈન્ડિયા ચાર ટેસ્ટ મેચ બાદ 2-1થી આગળ છે.

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ફોટો શેર કર્યો

આ નિર્ણાયક ટેસ્ટ પહેલા ભારતીય ખેલાડીઓ જીમમાં ખૂબ પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન જાડેજાએ અંગ્રેજોમાં પોતાનો હનુમાન અવતાર બતાવ્યો છે. વાત એવી છે કે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ઇન્સ્ટાગ્રામ (Instagram Story) સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે ગદા લઈને જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા પણ સંભળાઈ રહી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Ravindra Jadeja (PC: Instagram)

ઇજાના કારણે આઈપીએલમાંથી બહાર થયો હતો

તમને જણાવી દઈએ કે જાડેજા છેલ્લે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની આ સીઝનમાં સુકાની તરીકે પણ જોવા મળ્યો હતો. તેને આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો સુકાની બનાવવામાં આવ્યો હતો. સુકાનીપદના દબાણને કારણે જાડેજાના પ્રદર્શન પર અસર પડી હતી અને ચેન્નાઈની ટીમ પણ શરૂઆતમાં 8 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી હતી. આવી સ્થિતિમાં જાડેજાએ કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ પછી તે પાંસળીની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ ગયો હતો.

રવિન્દ્ર જાડેજાએ વર્તમાન આઈપીએલ સિઝનમાં 10 મેચ રમી હતી. જેમાં તેણે માત્ર 116 રન બનાવ્યા હતા. જાડેજા બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો અને માત્ર 5 વિકેટ ઝડપી હતી. હવે તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી જોરદાર વાપસી કરવા ઈચ્છશે. આ માટે જાડેજા જીમમાં ખૂબ પરસેવો પાડી રહ્યો છે. હનુમાન અવતાર સાથે તેણે મજબૂત પુનરાગમનની આશાઓ વધારી છે.

ભારતીય ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (સુકાની), કેએલ રાહુલ (ઉપ સુકાની), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.

Next Article