Ravindra Jadeja: ટીમ ઇન્ડીયા માટે હવે નવુ પારંપારિક અંદાજનુ સ્વેટર, જાડેજાએ તસ્વીર શેર કરી

|

May 29, 2021 | 4:20 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉમ્પટન ખાતે 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચ રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. આ દરમ્યાન ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ટીમ ઇન્ડીયાની નવી ગરમ જર્સી (sweater) સાથેની તસ્વીર શેર કરી છે.

Ravindra Jadeja: ટીમ ઇન્ડીયા માટે હવે નવુ પારંપારિક અંદાજનુ સ્વેટર, જાડેજાએ તસ્વીર શેર કરી
Ravindra Jadeja

Follow us on

ભારતીય ટીમ (Indian Team) આગામી સપ્તાહે ઇંગ્લેંડ પ્રવાસ માટે રવાના થશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉમ્પટન ખાતે 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચ રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે.

આ દરમ્યાન ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ટીમ ઇન્ડીયાની નવી ગરમ જર્સી (sweater) સાથેની તસ્વીર શેર કરી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એ ટ્વીટર પર ટીમ ઇન્ડીયાનું નવુ સ્વેટર પહેરીને તસ્વીર શેર કરી છે. તસ્વીર સાથે તેણે લખ્યુ છે કે, 90 નાં તબક્કામાં વાપસી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટીમ ઇન્ડીયા માટે નુ નવુ સ્વેટર પારંપારિક અંદાજ ધરાવે છે. જેમાં જમણી બાજુ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 2021 લખ્યુ છે. જ્યારે વચ્ચે ઇન્ડીયા લખેલુ છે. અત્યાર સુધી ભારતીય ટીમ જે સ્વેટર પહેરતા હતા, તે પારંપારિક ડિઝાઇન કરતા અલગ હતુ. જેમાં વચ્ચે ઝીપ લાગેલી હતી. પરંતુ હવે તે બદલીને 90ના દશકમાં પહેરવામાં આવતુ સ્વેટર ટીમમાં ફરી એકવાર સામેલ થયુ છે.

નવા સ્પોન્સર દ્રારા તૈયાર કરાઇ જર્સી

આ સ્વેટરને ટીમ ઇન્ડીયાના નવા જર્સી સ્પોન્સર એમપીએલ સ્પોર્ટસ એ ડિઝાઇન કરી છે. ગત વર્ષ નવેમ્બરથી એમપીએલ સ્પોર્ટસ ટીમ ઇન્ડીયાને સ્પોન્સર કરી રહ્યુ છે. આ પહેલા પણ ભારતના ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પણ ટીમ ઇન્ડીયાના માટે રિટ્રો ડિઝાઇન વાળી જર્સી પસંદ કરાઇ હતી.

રીટ્રો ડિઝાઇન જર્સી (Retro Design Jersey) 1992 ના વિશ્વકપ વાળી જર્સી ની થીમ પર બની હતી. ત્યાર બાદ વન ડે અને ટી20 ક્રિકેટમાં ભારતીય ખેલાડી આ જ જર્સી પહેરી રહ્યા હતા. તો ટેસ્ટ ક્રિકેટમાં અત્યારે ભારતીય ખેલાડીઓની જર્સી પર બ્લ્યૂ રંગમાં સ્પોન્સરનુ નામ રહેતુ હતુ. જ્યારે કાળા અક્ષરોમાં ખેલાડીનુ નામ લખવામાં આવતુ હતુ.

Next Article