Team India: રવિ શાસ્ત્રીને આશા જે કામ તેઓ ના કરી શક્યા એ રાહુલ દ્રવિડ પુરુ કરશે, 9 વર્ષથી ICC ટ્રોફી નથી મળી રહી

|

Nov 09, 2021 | 4:11 PM

રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ 2017માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું અને તે પહેલા તેઓ ટીમ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. હવે તેની જગ્યા રાહુલ દ્રવિડ (Rahul Dravid) લેશે.

Team India: રવિ શાસ્ત્રીને આશા જે કામ તેઓ ના કરી શક્યા એ રાહુલ દ્રવિડ પુરુ કરશે, 9 વર્ષથી ICC ટ્રોફી નથી મળી રહી
Ravi Shastri

Follow us on

ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup 2021)માં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની સફરનો અંત આવી ગયો છે. આ સાથે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. તમામ સફળતા વચ્ચે રવિ શાસ્ત્રી પોતાના કોચિંગમાં ટીમને ICC ટ્રોફી અપાવી શક્યા નથી. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid) હવે ટીમ ઈન્ડિયાના આગામી કોચ હશે. તે ન્યૂઝીલેન્ડ (New Zealand) શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે.

શાસ્ત્રીએ આશા વ્યક્ત કરી છે કે દ્રવિડ જે કરી શક્યો નથી તે કરશે અને દેશને ICC ટ્રોફી અપાવશે. શાસ્ત્રીને લાગે છે કે તેમના અનુગામી રાહુલ દ્રવિડને એક અદ્ભુત ટીમ વારસામાં મળી છે અને આશા છે કે તેઓ એક ખેલાડી અને કોચ તરીકેના તેમના અનુભવથી તેમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. ટીમે 2013થી અત્યાર સુધી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. આ વખતે એવી અપેક્ષા હતી કે આ દુષ્કાળ ખતમ થઈ જશે પણ એવું થઈ શક્યું નહીં.

મુખ્ય કોચ તરીકે શાસ્ત્રીનો કાર્યકાળ નામીબિયા સામેની T20 વર્લ્ડ કપ મેચ સાથે સમાપ્ત થયો. શાસ્ત્રીએ મેચ પછી કહ્યું, એક વસ્તુ ખૂટે છે, આઈસીસી ટુર્નામેન્ટમાં ખિતાબ જીતવાની. તેને આગળ વધુ તક મળશે અને રાહુલ દ્રવિડ કોચનું પદ સંભાળી રહ્યા છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. તે એક શાનદાર ખેલાડી રહ્યા છે. તેમની પ્રતિષ્ઠા છે. આશા છે કે તે આગામી કેટલાક વર્ષોમાં આ ટીમને નવી ઉંચાઈ પર લઈ જશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ લોકોની પણ સરાહના કરી

શાસ્ત્રીએ આઉટગોઇંગ બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરની પણ પ્રશંસા કરી, જેમનો કાર્યકાળ પણ વર્લ્ડ કપ અભિયાન સાથે સમાપ્ત થયો. હું તેમને (અરુણ) તે (બોલિંગ) વિભાગનો ગુરુ કહું છું. તેણે અને શ્રીધરે ઉત્તમ ભૂમિકાઓ ભજવી છે.

શાસ્ત્રીની જગ્યાએ દ્રવિડ આવ્યો છે પરંતુ ભરત અને શ્રીધરની જગ્યાએ હજુ સુધી ભરતી કરવામાં આવી નથી. જોકે એવું માનવામાં આવે છે કે પારસ મહામ્બ્રે ટીમના આગામી બોલિંગ કોચ બની શકે છે. આ સાથે જ ફિલ્ડિંગ કોચમાં અભય શર્માનું નામ સૌથી આગળ છે.

 

આવી રહી સફર

 

શાસ્ત્રીના કાર્યકાળ પર નજર કરીએ તો તેમના કોચ હેઠળ ટીમે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. ટીમ શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતવામાં પણ સફળ રહી હતી. જો કે, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં ટીમનો પરાજય થયો હતો. બીજી તરફ આઈસીસી ટૂર્નામેન્ટની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ-2019ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી પરંતુ તેનાથી આગળ વધી શકી નહીં.

સેમિફાઇનલમાં તેને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ભારતને હરાવ્યું હતું. શાસ્ત્રી પાસે ICC T20 વર્લ્ડ કપ-2021માં આ ખામીને દૂર કરવાની તક હતી પરંતુ ટીમ સુપર-12થી આગળ વધી શકી ન હતી.

 

આ પણ વાંચોઃ T20 World Cup: ભારત vs પાકિસ્તાન મેચે રચ્યો વિક્રમ, સૌથી વધુ જોવાયેલી T20I મેચ તરીકે નોંધાઇ

આ પણ વાંચોઃ T20 World Cup: મેન્ટર ધોનીથી હતી ખૂબ આશાઓ પરંતુ આમ છતાં પણ ટીમ ઇન્ડિયામાં જોવા મળી આ ભૂલો

Published On - 3:47 pm, Tue, 9 November 21

Next Article