T20 World Cup: ભારત vs પાકિસ્તાન મેચે રચ્યો વિક્રમ, સૌથી વધુ જોવાયેલી T20I મેચ તરીકે નોંધાઇ

ભારત અને પાકિસ્તાને (India Vs Pakistan) T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં એકબીજા સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં પાકિસ્તાનનો 10 વિકેટે વિજય થયો હતો.

T20 World Cup: ભારત vs પાકિસ્તાન મેચે રચ્યો વિક્રમ, સૌથી વધુ જોવાયેલી T20I મેચ તરીકે નોંધાઇ
Virat Kohli-Babar Azam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 2:36 PM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચ રેકોર્ડ 167 મિલિયન (16.70 કરોડ) લોકોએ જોઈ. આ સાથે, તે અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી આંતરરાષ્ટ્રીય T20 મેચ બની ગઈ છે. ICC T20 વર્લ્ડ કપ 2021ના સત્તાવાર પ્રસારણકર્તા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. અગાઉ, 2016 T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સેમિફાઈનલ મેચ સૌથી વધુ જોવામાં આવેલી T20 મેચ હતી.

આ મેચ 136 મિલિયન લોકોએ જોઈ હતી. પ્રસારણ કર્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં કુલ 238 મિલિયન લોકોએ T20 વર્લ્ડ કપ જોયો છે. તેમાં ક્વોલિફાયર અને સુપર 12 તબક્કાની મેચોનો સમાવેશ થાય છે.

જારી કરાયેલા નિવેદન અનુસાર, ‘167 મિલિયન લોકોની પહોંચ સાથે, 24 ઓક્ટોબરે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ સૌથી વધુ જોવાયેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ બની ગઈ છે. બે વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. આના કારણે 2016 વર્લ્ડ T20 સેમીફાઈનલમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝની મેચ પાછળ રહી ગઈ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારત-પાકિસ્તાન મેચના દર્શકોની સંખ્યા અંગે, પ્રસારણ કર્તાના પ્રવક્તાએ મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનની મેચે ઈતિહાસ રચ્યો છે. અમે મોટી ક્રિકેટ મેચો માટે દર્શકોની સંખ્યામાં સતત વધારો કરી રહ્યા છીએ અને આ રેકોર્ડ અમારા પ્રયત્નોને દર્શાવે છે. તેમાં કોઈ શંકા નથી કે ચાહકો મેચના પરિણામ અને ટુર્નામેન્ટમાંથી ભારતની બહાર થવાથી નિરાશ છે. પરંતુ રેકોર્ડ દર્શકોની સંખ્યા ક્રિકેટની શક્તિ દર્શાવે છે જે અભૂતપૂર્વ રીતે વધી રહી છે.

ભારત પ્રથમ વખત પાકિસ્તાન સામે હારી ગયું હતું

ભારત અને પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં એકબીજા સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં પાકિસ્તાને 10 વિકેટથી જીત મેળવી અને પ્રથમ વખત ICC મેન્સ વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું. આ પહેલા ભારત 50 કે 20 ઓવરના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી.

ભારત ટી20 વર્લ્ડ કપ 2021ની સેમી ફાઇનલમાં પણ પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાન સિવાય તે ન્યુઝીલેન્ડ સામે પણ મેચ હારી ગયો હતો. જેના કારણે અંતિમ-4માં જવાની તક તેના હાથમાંથી નીકળી ગઈ હતી. ભારત 2012 પછી પ્રથમ વખત ICC ઈવેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયું છે. નહિંતર, છેલ્લા આઠ વર્ષમાં, ટીમ ઓછામાં ઓછી દરેક વખતે ચોક્કસપણે સેમિફાઇનલમાં પહોંચી છે.

આ પણ વાંચોઃ Ravi Shastri એ સમજાવ્યું બાયો-બબલનું ‘શાસ્ત્ર’, કહ્યું- બ્રેડમેનની બેટિંગનો ગ્રાફ પણ નીચે આવી જાય

આ પણ વાંચોઃ T20 World Cup: મેન્ટર ધોનીથી હતી ખૂબ આશાઓ પરંતુ આમ છતાં પણ ટીમ ઇન્ડિયામાં જોવા મળી આ ભૂલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">