જો રવિ શાસ્ત્રીની વાતથી સંમત થાય તો ખેલાડીઓ થાકશે નહીં, બોર્ડને નુકસાન થશે નહીં !

|

Jul 20, 2022 | 8:44 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ક્રિકેટના વ્યસ્ત શિડ્યુલની સમસ્યાને ધ્યાનમાં રાખીને એક રસપ્રદ વાત કહી છે. રવિ શાસ્ત્રીના આ વિચારથી ખેલાડીઓ અને ક્રિકેટ બોર્ડ બંનેને ફાયદો થશે.

જો રવિ શાસ્ત્રીની વાતથી સંમત થાય તો ખેલાડીઓ થાકશે નહીં, બોર્ડને નુકસાન થશે નહીં !
જો રવિ શાસ્ત્રીની વાતથી સંમત થાયે તો ખેલાડીઓ થાકશે નહીં, બોર્ડને નુકસાન થશે નહીં !
Image Credit source: INSTAGRAM

Follow us on

Ravi Shastri : ક્રિકેટ જ્યારથી વ્યસ્ત કાર્યક્રમની સમસ્યાથી ઝઝુમી રહ્યું છે, ત્યારથી પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) ટી20 Bilateral Series (2 મેચની સિરીઝ)માં કાપ મૂકવાની માગણી કરતાં કહ્યું છે કે તેના બદલે ફ્રેન્ચાઈઝી ક્રિકેટને પ્રોત્સાહન આપી શકાય. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આગામી ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) ડ્રાફ્ટ અનુસાર, T20 ક્રિકેટમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે અઢી મહિનાની ખાસ વિન્ડો હશે ( ટુર્નામેન્ટના આયજન માટે અલગ સમય ). મેચોની સંખ્યામાં વધારો થવાથી અનેક ફોર્મેટમાં રમનારા ખેલાડીઓ પર બોજ વધી રહ્યો છે. ઈંગ્લેન્ડના ટોચના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે સોમવારે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ (One Day International Cricket)માંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. સ્ટોક્સે કહ્યું કે તેના માટે ત્રણેય ફોર્મેટમાં રમવું વ્યવહારીક નથી.

Bilateral Seriesની જગ્યાએ ફ્રેંચાઈઝી ક્રિકેટને પ્રોત્સાહન આપો -રવિ શાસ્ત્રી

આ મહિને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સિરીઝથી દુર થવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે તેમના ખેલાડીઓ નવી સ્થાનિક T20 સ્પર્ધા માટે ઉપલબ્ધ રહે તેની ખાતરી કરી શકે. શાસ્ત્રીએ ટેલિગ્રાફના સ્પોર્ટ્સ પોડકાસ્ટ પર કહ્યું, ‘હું દ્વિપક્ષીય સિરીઝની સંખ્યાને લઈને થોડો સતર્ક છું, ખાસ કરીને T20 ક્રિકેટમાં. ત્યાં ઘણી બધી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ થઈ રહી છે જેને પ્રમોટ કરી શકાય છે, પછી તે કોઈપણ દેશમાં હોય – ભારત, વેસ્ટ ઈન્ડિઝ અથવા પાકિસ્તાન.

ટેસ્ટ ક્રિકેટ 10 વર્ષમાં પૂર્ણ થઈ જશે

રવિ શાસ્ત્રીએ કહ્યું તમે ઓછી બાઈલેટ્રલ સિરીઝ રમી શકો છો અને ફરી એક સાથે વર્લ્ડ કપ રમી શકો છો, તેનાથી આઈસીસી વર્લ્ડ કપ ઈવેન્ટ્સનું મહત્વ વધશે. લોકો તેને જોવા માટે ઉત્સુક હશે.’ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પણ વ્યસ્ત ક્રિકેટ શિડ્યુલની ટીકા કરી હતી. શાસ્ત્રીએ રમતના સૌથી લાંબા ફોર્મેટને સાચવવા માટે દ્વિ-સ્તરીય ટેસ્ટ માળખું સૂચવ્યું હતું. તેણે કહ્યું, ‘મને લાગે છે કે બે સ્તરની જરૂર છે, નહીં તો ટેસ્ટ ક્રિકેટ 10 વર્ષમાં ખતમ થઈ જશે’.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

શાસ્ત્રીએ કહ્યું, “તમને ટોચના સ્તરે છ ટીમો અને બીજા સ્તર પર છ ટીમોની જરૂર છે અને પછી તમે ક્વોલિફાય થશો,” શાસ્ત્રીએ કહ્યું. આ ટોચની છ ટીમોને એક બીજા સામે વધુ રમવાની તક મળશે કારણ કે ટી-20 ક્રિકેટ ઓછી છે અને માત્ર ફ્રેન્ચાઇઝી ક્રિકેટ જ સમય મળશે. તેવી જ રીતે, રમતના તમામ ફોર્મેટ અકબંધ રહી શકે છે.

 

Next Article