AFG Vs NZ, T20 World Cup: રાશિદ ખાને અશ્વિન કહ્યુ, ‘ટેન્શન ના લો ભાઇ’, ન્યુઝીલેન્ડ સામે ટક્કર લેતા પહેલા આપ્યો ભરોસો!

|

Nov 06, 2021 | 11:47 AM

ભારત (Team India) માટે અફઘાનિસ્તાન (Afghanistan) જીતવું મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તે પોતાની પૂરી તાકાત સાથે મેદાનમાં આવે તે મહત્વનું બની જાય છે.

AFG Vs NZ, T20 World Cup: રાશિદ ખાને અશ્વિન કહ્યુ, ટેન્શન ના લો ભાઇ, ન્યુઝીલેન્ડ સામે ટક્કર લેતા પહેલા આપ્યો ભરોસો!
Rashid Khan

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) 7 નવેમ્બરની સાંજે નહીં રમે. તેમ છતાં સમગ્ર ભારતની નજર અબુધાબી તરફ રહેશે જ્યાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ (Afghanistan vs New Zealand) ની ટીમો આમને-સામને હશે. ભારતના દૃષ્ટિકોણથી, આ ફક્ત મેચ નહીં હોય પરંતુ તે એક મેચ હશે જે તેના ભાગ્યનો નિર્ણય કરશે. આ મેચમાં ભારત માટે અફઘાનિસ્તાન જીતવું જરૂરી છે. આવી સ્થિતિમાં તે પોતાની પૂરી તાકાત સાથે મેદાનમાં આવે તે મહત્વનું બની જાય છે. ભારત સામેની મેચમાં અફઘાનિસ્તાનને મુજીબની ખોટ પડી હતી, જે ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો.

અશ્વિને (Ashwin) પહેલા અફઘાનિસ્તાનને ઓલ બેસ્ટ કહ્યું હતું. પછી પોતાના મનની વાત કરી. તેણે કહ્યું કે જો હું મુજીબ માટે ભારતીય ફિઝિયો તરફથી કોઈ મદદ કરી શકું તો મને ગમશે. અમે આશા રાખીએ છીએ કે તે (મુજીબ ઉર રહેમાન) કિવી સામેની મેચ પહેલા ફિટ થઈ જશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

રાશિદે અશ્વિનને કહ્યું- ભાઈ ટેન્શન ના લો

અશ્વિનના આ પ્રસ્તાવ પર અફઘાનિસ્તાનના રાશિદ ખાને (Rashid Khan) રસપ્રદ જવાબ આપ્યો. રશીદે રમુજી સ્વરમાં લખ્યું – ભાઈ ટેન્શન ન લો. અમારી ટીમના ફિઝિયો પ્રશાંત પંચાડા જોઈ રહ્યા છે.

 

 

ભારતની નજર AFG vs NZ મેચ પર છે

ભારતે અફઘાનિસ્તાન અને પછી સ્કોટલેન્ડ સામે મોટી જીત નોંધાવીને સેમિફાઇનલની પોતાની આશા જીવંત રાખી હતી. પરંતુ, હવે તેના તમામ રસ્તા અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ સામેની મેચ પર આવી ગયા છે. જો આ મેચમાં ન્યુઝીલેન્ડ જીતે છે તો ભારતની તમામ આશાઓ ત્યાં ખતમ થઈ જશે. પરંતુ, જો અફઘાનિસ્તાન જીતશે તો ભારત પાસે નામિબિયા સામે બીજા દિવસની મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશવાની તક રહેશે.

 

સ્કોટલેન્ડ સામેના વિજયથી રનરેટ માં છલાંગ

સ્કોટલેન્ડ સામે 8 વિકેટની જંગી જીત બાદ ભારતનો રન રેટ અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ કરતા સારો થઈ ગયો છે. ભારતે પ્રથમ બોલિંગ કરતા સ્કોટલેન્ડને 18મી ઓવરમાં માત્ર 85 રનમાં આઉટ કરી દીધું હતું. ત્યાર બાદ સારી રન રેટ માટે 86 રનના ટાર્ગેટનો પીછો ટીમ ઈન્ડિયાએ 7.1 ઓવરમાં એટલે કે 43 બોલમાં કર્યો હતો. પરંતુ રોહિત-રાહુલની તોફાની ઇનિંગ્સના આધારે તેણે આ લક્ષ્ય માત્ર 6.3 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.

 

 

આ પણ વાંચોઃ Cricket: ટીમ ઇન્ડિયાને ડઝન થી વધુ જાણીતા ક્રિકેટરો આપનારા કોચ તારક સિન્હાનુ નિધન, ક્રિકેટ જગતમાં શોક

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના નસિબનો ફેંસલો શનિવારે થશે, જીત બાદ સમિફાઇનલની આવી છે ફોર્મ્યૂલા

Next Article