TV9 ગુજરાતીને આપેલ Exclusive ઇન્ટરવ્યુમાં, અનુભવી અફઘાનિસ્તાન લેગ-સ્પિનરે કહ્યું કે, “કોઈપણ ટીમને સારું સંયોજન હોવું અને મોમેન્ટમ પકડવાની જરૂર છે અને તેની ટીમ તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.” રાશિદે કહ્યું, “અમારી ટીમનું કોમ્બિનેશન સર્વશ્રેષ્ઠ છે. પછી તે બેટિંગ હોય કે બોલિંગ. ટી20માં સૌથી મહત્વની બાબત એ છે કે તમે લય પકડો. પછી તે શ્રેષ્ઠ ટીમ છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. ટીમ કોમ્બિનેશન અને મોમેન્ટમ જરૂરી છે. અમારા માટે ફ્રેશ થવું અને અમારું 100 ટકા આપવું મહત્વપૂર્ણ છે.”
ગુજરાત ટાઇટન્સ માટે સૌથી મહત્વની વાત એ છે કે ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. તે ક્રિકેટમાં પ્રથમ વખત કેપ્ટન્સી કરતો જોવા મળશે. આવી સ્થિતિમાં, કેપ્ટન તરીકે ટીમ હાર્દિક પાસેથી કેવી અપેક્ષા રાખે છે, રાશિદે ભારતીય ઓલરાઉન્ડર પાસેથી સારા નેતૃત્વનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને લડાયક ખેલાડી ગણાવ્યો.
રશીદે કહ્યું, “હાર્દિક એક ફાઇટર છે. મને ખાતરી છે કે તે ટીમનું યોગ્ય રીતે નેતૃત્વ કરશે. ક્રિકેટ પ્રત્યે તેનામાં જે જુસ્સો અને ફાઇટિંગ સ્પિરિટ છે, તો જો કોઈ કેપ્ટનમાં આ હોય તો કામ સહેલું થઈ જાય છે. તેને મારૂ સંપૂર્ણ સમર્થન છે. હાર્દિક મારો સારો મિત્ર છે અને તેની કેપ્ટનશીપમાં રમવું એક અલગ અનુભવ હશે.”
રાશિદ ખાન છેલ્લી સિઝન સુધી સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. પરંતુ આ વખતે તેને રિટેન કર્યો ન હતો. IPL ના મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની સાથે રાશિદ ખાનને સાઇન કર્યો હતો. ગુજરાતે બંને ખેલાડીઓને 15-15 કરોડમાં રિટેન કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતે યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલને પણ રિટેન કર્યો હતો. જે ટીમ માટે ઓપનિંગ કરતો જોવા મળશે. ગુજરાતની પ્રથમ મેચ 28 માર્ચે બીજી નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે.
આ પણ વાંચો : CSK vs KKR Playing XI, IPL 2022: ચેન્નાઈ અને કોલકાતા આ ખેલાડીઓને પ્રથમ મેચમાં આપી શકે છે તક, આ હશે પ્લેઈંગ ઈલેવન
આ પણ વાંચો : IPL 2022 Opening Ceremony: સતત ચોથા વર્ષે ઓપનિંગ સેરેમની રદ , ફેન્સે કીધું શું કરશો પૈસા બચાવીને