હાલમાં રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચોનો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં એક મેચ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન એક બેટરે ગજબ બહાદુરી દર્શાવી છે. આ ખેલાડી હનુમા વિહારી છે. પોતાનો હાથના કાંડા પર ઈજા પહોંચી હતી અને આમ છતાં તેણે ટીમ માટે બેટિંગ કરી દર્શાવી હતી. આંધ્રપ્રદેશ ટીમનુ સુકાન હનુમા સંભાળી રહ્યો છે. તેની બેટિંગ કરવા માટે ઉતરવાના સાહસને ભારતીય ક્રિકેટના દિગ્ગજોએ પણ વખાણ્યુ છે.
વાત જાણે એમ છે કે, જમણેરી બેટર હનુમા વિહારીને મધ્યપ્રદેશ સામે બેટિંગ કરવા દરમિયાન કાંડામાં ઈજા પહોંચી હતી. આવેશખાન તરફથી ડિલિવર કરવામાં આવેલ બોલ હનુમાના કાંડા પર વાગ્યો હતો. જેને લઈ તેણે મેદાનની બહાર થવુ પડ્યુ હતુ. પરંતુ જ્યારે તે પરત ક્રિઝ પર પોતાની ઈનીંગ આગળ વઘારવા માટે પહોંચતા જ તેણે આશ્ચર્ય સર્જ્યુ હતુ.
37 બોલનો સામનો કર્યા બાદ આવેશ ખાનના બાઉન્સર બોલથી કાંડા પર ઈજા પહોંચ હનુમા વિહારીએ બહાર થવુ પડ્યુ હતુ. હનુમા જમણેરી બેટર છે. જોકે તે જ્યારે તેણે કાંડામાં ઈજા છતાં ફરીથી ક્રિઝ પર ઉતરવાની ઈચ્છા દર્શાવી હતી. ઈજા બાદ ક્રિઝ પર આવીને એક હાથે રમવા માટે જમણેરીના બદલે ડાબોડી બેટિંગ કરવાની શરુઆત કરી હતી. 29 વર્ષીય ખેલાડીના સાઈડ ચેન્જ કરીને રમવાની હિંમત ગજબ હતી. હનુમાએ ડોબોડી બેટર તરીકે 20 બોલની રમત રમી હતી.
હનુમા વિહારીએ મેચમાં કુલ 27 રન નોંધાવ્યા હતા. કુલ 57 બોલનો સામનો કરીને તેણે આ ઈનીંગ 5 ચોગ્ગાની મદદથી રમી હતી. હનુમા વિહારી લેગબિફોર થઈને પરત ફર્યો હતો. વિહારીની આ પ્રકારે રમતને લઈ દિગ્ગજોએ પણ સાહસને વખાણ્યુ હતુ.
એક હાથે ઈજા અને છતાં પણ તેની ક્રિઝ પર આવી રમત રમવાના સાહસને ફેન્સ જ નહીં દિગ્ગજોએ વખાણ્યુ હતુ. દિનેશ કાર્તિકે લખ્યુ હતુ કે, હનુમા વિહારીએ ડાબા હાથે બેટિંગ કરી અને સૌથી જરુરી વાત એ હતી કે તે એક હાથે રમ્યો હતો. બહાદુરીનુ અલગ જ લેવલ છે.
Hanuma Vihari
Batting LEFT handed and also more importantly just with one hand , the top hand
Bravery to another level #quarterfinal#RanjiTrophy
— DK (@DineshKarthik) February 1, 2023
સ્પિનર અશ્વિને કહ્યુ કે, સ્પિનર લખ્યુ કે, કાંડામાં ઈજા હતી છતાં ડાબા હાથે બેટિંગ કરી એ પણ એક હાથે. ઉચ્ચતમ સ્તરનુ સાહસ. તમારીને દિલેરીને સલામ.
Vihari is a true fighter. I can guarantee! #RanjiTrophy2023 https://t.co/34kgMrf1He pic.twitter.com/wemIL3wtQe
— Ashwin (@ashwinravi99) February 1, 2023
Had a wrist injury so batted left handed and with one hand. Grit of the highest order. Take a bow #HanumaVihari pic.twitter.com/7snxTvfcV9
— Venkatesh Prasad (@venkateshprasad) February 1, 2023
વેંકટેશ પ્રસાદથી લઈને જાણિતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ હનુમાના આ સાહસને વખાણ્યુ હતુ. તેઓએ વિહારીના ટીમ માટે આ સાહસ ભરી ઈનીંગ રમવાના પ્રયાસને લઈ સોશિયલ મીડિયા પર વખાણ કરતા શબ્દો લખ્યા હતા.