PCB થી Ramiz Raja ની હકાલપટ્ટી, PM શહબાઝ શરીફ નવા ચેરમેન માટે એક્શનમાં!

|

Dec 21, 2022 | 5:20 PM

પાકિસ્તાન ક્રિકેટની હાલત ભૂંડી સ્થિીતીની થઈ ચુકી છે, ટી20 વિશ્વકપમાં હાર અને હવે ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે વ્હાઈટ વોશ થયો. હવે પૂર્વ પત્રકાર બોર્ડના વડા બની શકે છે.

PCB થી  Ramiz Raja ની હકાલપટ્ટી, PM શહબાઝ શરીફ નવા ચેરમેન માટે એક્શનમાં!
Ramiz Raja ને સ્થાને પૂર્વ પત્રકાર ચેરમેન બની શકે છે

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી હલચલ મચી છે. PCB ના ચેરમેન પદેથી હવે રમીઝ રાજાની હકાલપટ્ટી નિશ્ચિત લાગી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાને પણ હવે બોર્ડના ચેરમેન પદ માટે નવા નામને લઈ સ્વિકૃતી આપી દેતા જ બોર્ડના વડા તરીકે થી રાજાના કાર્યકાળ સમાપ્ત થવાનુ નક્કી મનાઈ રહ્યુ છે. હાલમાં જ ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાન ક્રિકેટ ની રહી સહી કસર પૂરી કરી દીધી છે.

પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે હવે પૂર્વ પત્રકાર નઝમ શેઠ્ઠીના નામને લઈ સ્વિકૃતી જાહેર કરી દીધી છે. પૂર્વ પત્રકારને ચેરમેન પદ સોંપવા માટે પાકિસ્તાનના પીએમની મહોર લાગી જવાની કાર્યવાહીને લઈ હવે રમીઝ રાજાને બહારનો રસ્તો દેખાવા લાગ્યો છે.

પહેલા જ રમીઝને હટાવવાની હવા ફેલાઈ ગઈ હતી

આ પહેલા જ છેલ્લા કેટલાક દિવસથી રમીઝ રાજાને હટાવવાને લઈ ચર્ચા શરુ થઈ ગઈ હતી. હવા ફેલાઈ ચુકી હતી કે પીસીબીના વડા તરીકે હવે તેમનો કાર્યકાળ ખતમ કરી દેવાશે. આ દરમિયાન હવે બુધવારે આ વાત પર જાણે કે મહોર વાગી ગઈ હોય એમ સૂત્રોથી સમાચાર આવી રહ્યા છે કે રાજા હવે વધુ સમય બોર્ડના અધ્યક્ષ તરીકે વધારે લાંબો સમય નહીં હોય.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વડાપ્રધાન કાર્યાલય દ્વારા બહાર પડશે નોટીફિકેશન

સૂત્રો મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા બોર્ડના નવા અધ્યક્ષની એપોઈન્ટમેન્ટને લઈ નોટીફિકેશન બહાર પડનારા છે. પીએમઓ દ્વારા કુલ 4 નોટીફિકેશન બહાર પાડવામાં આવનાર છે. જેમાં એક નોટીફિકેશન વર્ષ 2019માં લાગુ કરવામાં આવેલા ક્રિકેટ બોર્ડના સંવિધાનને પણ સમાપ્ત કરવાને લઈ હશે. જ્યારે બીજુ નોટીફિકેશન 2014 ના સંવિધાનને લાગુ કરવાને લઈ બહાર પાડવામાં આવશે.

સવા વર્ષમાં જ કાર્યકાળ ખતમ!

રમીઝ રાજાનો કાર્યકાળ ખૂબ ટૂંકાસમયમાં જ સમાપ્ત થઈ જનારો છે. પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રમીઝ રાજા ગત વર્ષ 2021માં સપ્ટેમ્બર માસમાં જ બોર્ડના ચેરમેન પદે નિમણૂંક પામ્યા હતા. હવે વર્ષ 2022 ના અંત સુધીમાં તેમને હટાવી દેવાના નિશ્વિત છે. આમ માત્ર 15 મહિના જ તેઓ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી શકશે. રાજા અગાઉ અહેસાન મણી આ પદ પર હતા, તેમના કાર્યકાળ બાદ આ પદ ખાલી રહ્યુ હતુ. મણી ત્રણ વર્ષ બોર્ડના અઘ્યક્ષ રહ્યા હતા. રાજાને ઈમરાન ખાન સરકારે ખાલી પદ ભરતા મોકો આપ્યો હતો.

 

 

Published On - 3:18 pm, Wed, 21 December 22

Next Article