RR vs KKR Cricket Highlights Score, IPL 2022 : રાજસ્થાન ટીમે 7 રને કોલકાતાને હરાવ્યું, ચહલી હેટ્રીક સાથે કુલ 5 વિકેટ
IPL 2022 : કોલકાતા ટીમને 7 રને હરાવનાર રાજસ્થાન ટીમ તરફથી બેટ્સમેન જોસ બટલર (103 રન) અને યુઝવેન્દ્ર ચહલ (5 વિકેટ) નો મહત્વનો ફાળો રહ્યો છે. ચહલે સિઝનની પહેલી હેટ્રીક ઝડપી હતી.
IPL 2022 માં આજે રાજસ્થાન રોયલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમને 7 રને હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાન ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.
LIVE NEWS & UPDATES
-
Rajasthan vs Kolkata Match : રાજસ્થાન રોયલ્સે 7 રને રોમાંચક મેચ જીતી
રાજસ્થાન રોયલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 7 રને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમને માત આપી હતી. રાજસ્થાન તરફથી ચહલે 5 વિકેટ ઝડપી હતી.
-
Rajasthan vs Kolkata Match : ઉમેશે ફટકાર્યા 2 છગ્ગા
ઉમેશ યાદવે 18મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટ પર 2 સિક્સર ફટકારી હતી. બીજો બોલ ફુલ લેન્થનો હતો. જેને ઉમેશે 6 રન માટે મોકલ્યો. પછી ચોથા બોલ પર તેણે ફરી સિક્સર ફટકારી. પાંચમા બોલ પર ઉમેશે કવર્સ પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં કુલ 20 રન આવ્યા હતા.
-
-
Rajasthan vs Kolkata Match : ચહલની હેટ્રીક
યુઝવેન્દ્ર ચહલે પેટ કમિન્સને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી. IPL 2022 ની આ પહેલી હેટ્રિક છે. ચહલે 17મી ઓવરના છેલ્લા બોલ પર આ હેટ્રિક પૂરી કરી હતી. ચહલે પહેલા શ્રેયસ અય્યરને અને પછી શિવમ માવીને આઉટ કર્યો હતો. આ પછી તેણે કમિન્સને પોતાનો શિકાર બનાવ્યો. ચહલની લેગ સ્પિન કમિન્સના બેટને સ્પર્શી અને વિકેટકીપર સંજુ સેમસનના હાથમાં ગઈ.
-
Rajasthan vs Kolkata Match : ચહલે સુકાનીને પેવેલિયન મોકલ્યો
યુઝવેન્દ્ર ચહલે કોલકાતાના સુકાની શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો. શ્રેયસ 17મી ઓવરના ચોથા બોલ પર LBW બન્યો હતો. તેણે 51 બોલમાં 85 રન કર્યા હતા.
-
Rajasthan vs Kolkata Match : રસેલ આઉટ
રવિચંદ્રન અશ્વિને 14મી ઓવરના ચોથા બોલ પર આન્દ્રે રસેલને બોલ્ડ કર્યો હતો. અશ્વિને કેરમ બોલ ફેંકે હતો. રસેલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. અશ્વિનનો આ બોલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
-
-
Rajasthan vs Kolkata Match : સુકાનીની અડધી સદી
કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે પોતાના 50 રન પૂરા કર્યા છે. શ્રેયસે 10મી ઓવરના છેલ્લા બોલ પર રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી.
-
Rajasthan vs Kolkata Match : અય્યરનો શાનદાર છગ્ગો
10મી ઓવર સાથે આવેલા અશ્વિનના બીજા બોલ પર શ્રેયસ અય્યરે શાનદાર સિક્સર ફટકારી હતી. શ્રેયસે અનુમાન લગાવ્યું હતું કે અશ્વિન કયો બોલ ફેંકશે. આના પર તેણે રિવર્સ સ્વીપ રમતા 6 રન લીધા હતા.
-
Rajasthan vs Kolkata Match : એરોન ફિંચ
એરોન ફિન્ચ આઉટ થઇ ગયો છે. નવમી ઓવરના છેલ્લા બોલ પર પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને આઉટ કર્યો. કૃષ્ણાએ વ્યૂહરચના હેઠળ ઓફ-સ્ટમ્પની બહાર બોલને સારી રીતે ફેંક્યો અને ફિન્ચે શોટનો પ્રયાસ કર્યો અને બોલ કરુણ નાયરના હાથમાં ગયો.
-
Rajasthan vs Kolkata Match : રાજસ્થાને 20 ઓવરમાં બનાવ્યા 217 રન
જોસ બટલર (103) ની સદી, સુકાની સંજુ સેમસનના આક્રમક 38 રન અનેે હેતમારના અણનમ 26 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 217 રન કર્યા અને કોલકાતા ટીમને જીતવા માટે 218 રનનો લક્ષ્યાંક આપ્યો.
-
Rajasthan vs Kolkata Match : કમિન્સ-માવીનો સુંદર કેચ
કમિન્સ અને શિવમ માવીએ જુગલબંધી સાથેનો કેચ પકડ્યો અને રિયાન પરાગને પેવેલિયન મોકલ્યો હતો. પરાગે બોલ સામે રમ્યો અને લોંગ ઓફથી દોડતી વખતે કમિન્સે કૂદકો મારીને કેચ પકડ્યો. પરંતુ તે પડી રહ્યો હતો અને પછી તેણે બોલને હવામાં ફેંક્યો અને સામેથી આવી રહેલ માવીએ આ કેચ પૂરો કર્યો.
-
Rajasthan vs Kolkata Match : બટલર આઉટ
જોસ બટલર સદી પૂરી કરીને આઉટ થયો છે. 17મી ઓવરનો ચોથો બોલ કમિન્સે બટલરને ટૂંકો અને ઝડપી બોલ ફેંક્યો હતો. તેના બેટની ઉપરની ધાર લઈને બોલ ફાઈન લેગ પર ઉભેલા વરુણ ચક્રવર્તીના હાથમાં ગયો.
-
Rajasthan vs Kolkata Match : બટલરનો શાનદાર ચોગ્ગો
બટલરે 16મી ઓવરના ચોથા બોલ પર રસેલને ચોગ્ગો ફટકાર્યો હતો. રસેલે શોર્ટ બોલ ફેંકીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બટલરે પુર કરી બોલને ચાર રન પર મોકલ્યો હતો.
-
Rajasthan vs Kolkata Match : સુકાની આઉટ
રાજસ્થાનને વધુ એક આંચકો લાગ્યો છે. સુકાની સંજુ સેમસન આઉટ થયો છે. 16મી ઓવરના બીજા બોલ પર સંજુએ મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ શિવમ માવીના હાથમાં ગયો.
-
Rajasthan vs Kolkata Match : સેમસનનો દમદાર શોટ
સંજુ સેમસને 14મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. સેમસને વરુણ ચક્રવર્તીની બોલ પર ખૂબ જ ઉંચો શોટ માર્યો. જેને શિવમ માવી જોતો જ રહ્યો અને બોલ છ રન માટે ગયો.
-
Rajasthan vs Kolkata Match : બટલરનો શાનદાર શોટ
છઠ્ઠી ઓવર ફેંકી રહેલા શિવમ માવીએ ચોથો બોલ બાઉન્સર ફેંકીને બટલરને ચકાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બટલરે તેને જોરથી ફટકાર્યો હતો અને મિડવિકેટ પર ચાર રન લીધા હતા. પાંચમા બોલ પર બટલરે પણ માવીને સિક્સર ફટકારી હતી.
-
Rajasthan vs Kolkata Match : બટલરનો ચોગ્ગો
ત્રીજી ઓવર લાવનાર ઉમેશના પહેલા બોલ પર જોસ બટલરે ચોગ્ગો ફટકાર્યો હતો. બટલરે તેને મિડ-ઓન પર ચાર રન માટે મોકલ્યો હતો.
-
Rajasthan vs Kolkata Match : પડ્ડીકલે ચોગ્ગા સાથે ખાતુ ખોલ્યું
પડિક્કલે ચોગ્ગા સાથે ખાતું ખોલે છે. શિવમ માવીએ તેને બીજી ઓવરનો ત્રીજો બોલ તેના પગ પર આપ્યો અને તેણે ફ્લિક કર્યું અને બોલને મિડવિકેટ તરફ ચાર રનમાં મોકલી દીધો.
-
Rajasthan vs Kolkata Match : ઓબેદ મેકોયની ડેબ્યૂ
રાજસ્થાને આજે ઓબેદ મેકકોયને ડેબ્યૂ કરવાની તક આપી હતી. આ ડાબોડી ફાસ્ટ બોલર રાજસ્થાનના ઝડપી બોલિંગ આક્રમણને મજબૂત બનાવશે. મેકકોયે વેસ્ટ ઈન્ડિઝ માટે અત્યાર સુધી 13 ટી20 મેચમાં 19 વિકેટ ઝડપી છે.
-
Rajasthan vs Kolkata Match : ફોટોમાં જુઓ બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
રાજસ્થાન અને કોલકાતા ટીમની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છેઃ
🚨 Team News 🚨
3⃣ changes for @rajasthanroyals as Karun Nair, Trent Boult & Obed McCoy are named in the team.
1⃣ change for @KKRiders as Shivam Mavi is picked in the team.
Follow the match ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR
A look at the Playing XIs 🔽 pic.twitter.com/gW2LRTbNQL
— IndianPremierLeague (@IPL) April 18, 2022
-
Rajasthan vs Kolkata Match : કોલકાતા ટીમે ટોસ જીત્યો
કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
Published On - Apr 18,2022 7:04 PM