BJP યુવા મોરચાની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ દ્રવિડ હાજરી નહીં આપે, ધારાસભ્યના દાવાને ખોટો ગણાવ્યો

|

May 10, 2022 | 7:15 PM

Rahul Dravid: ધર્મશાલાના ધારાસભ્ય (MLA) વિશાલ નહેલિયાએ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પણ તેમાં સામેલ થશે.

BJP યુવા મોરચાની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ દ્રવિડ હાજરી નહીં આપે, ધારાસભ્યના દાવાને ખોટો ગણાવ્યો
Rahul Dravid (File Photo)

Follow us on

ભાજપ યુવા મોરચા (BJPYM)ની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક 12 મેથી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં યોજાવા જઈ રહી છે. આ બેઠક અંગે ધર્મશાળાના ધારાસભ્ય વિશાલ નહેલિયાએ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પણ હાજરી આપશે. જો કે મંગળવારે રાહુલ દ્રવિડે આ દાવા અને રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. તે આ બેઠક (BJPYM Meeting)માં હાજરી આપશે નહીં.

પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે મંગળવારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે મીડિયાનો એક વિભાગ એવા અહેવાલ આપી રહ્યો છે કે તે 12થી 15 મે દરમિયાન હિમાચલ પ્રદેશમાં એક મીટિંગમાં હાજરી આપશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આવા તમામ અહેવાલો ખોટા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ધારાસભ્યએ દાવો કર્યો હતો

આ પહેલા હિમાચલ પ્રદેશના ધર્મશાળાના ધારાસભ્ય વિશાલ નહેલિયાએ દાવો કર્યો હતો કે 12થી 15 મે સુધી ધર્મશાળામાં ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક યોજાશે. ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ અને હિમાચલ પ્રદેશનું નેતૃત્વ આમાં સામેલ થશે. તેમના મતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ સામેલ થશે.

 

યુવાનોને સંદેશ

ધારાસભ્ય વિશાલ નહેલિયાએ વધુમાં કહ્યું હતું કે ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ આમાં સામેલ થશે. તેમની સફળતા અંગે યુવાનોને સંદેશ આપવામાં આવશે કે આપણે માત્ર રાજકારણમાં જ નહીં અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી શકીએ છીએ.

જયપુરમાં પણ બેઠક થશે

આ સિવાય રાજસ્થાનની રાજધાની જયપુરમાં 20-21 મેના રોજ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની 2 દિવસીય બેઠક યોજાશે. બુધવારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં પાર્ટી વર્તમાન રાજકીય પરિસ્થિતિની સાથે આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરશે.

સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકના કોઈપણ એક સત્રને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી શકે છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ બેઠકની અધ્યક્ષતા કરશે. તેમાં પાર્ટીના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન સાથે જોડાયેલા અગ્રણી નેતાઓ હાજર રહેશે.

Next Article