IND vs NZ: ઇશાન કિશનના જબરદસ્ત થ્રો પર રાહુલ દ્રવિડ થઇ ગયો ફિદા, ડગ આઉટમાં આપી કંઇક એવી પ્રતિક્રીયા કે Viral થઇ ગઇ

|

Nov 22, 2021 | 9:31 AM

India vs New Zealand, 3rd T20I: ભારતે કોલકાતા T20 73 રને જીતી, જે ન્યુઝીલેન્ડ સામેની તેમની સૌથી મોટી T20 જીત છે.

IND vs NZ: ઇશાન કિશનના જબરદસ્ત થ્રો પર રાહુલ દ્રવિડ થઇ ગયો ફિદા, ડગ આઉટમાં આપી કંઇક એવી પ્રતિક્રીયા કે Viral થઇ ગઇ
Rahul Dravid

Follow us on

T20 વર્લ્ડ કપ 2021માં નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ ફરી એકવાર જોરદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) નો ક્લીન સ્વીપ કર્યો છે. જયપુર અને રાંચીમાં વિજેતા ધ્વજ લહેરાવ્યા બાદ રોહિત એન્ડ કંપની કોલકાતામાં પણ જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 184 રન બનાવ્યા જેના જવાબમાં કિવી ટીમ માત્ર 111 રન બનાવી શકી અને 73 રનથી મેચ હારી ગઈ. T20માં ટીમ ઈન્ડિયા સામે ન્યૂઝીલેન્ડની આ સૌથી મોટી હાર છે.

ટીમ ઈન્ડિયાની જીતનું એક મોટું કારણ તેની શાનદાર ફિલ્ડિંગ હતી. ફિલ્ડિંગ પણ એવી છે જેણે હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ને ઘણો પ્રભાવિત કર્યો હતો અને હવે તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાહુલ દ્રવિડ ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગથી ખુશ દેખાતો હતો અને તેણે નવા ફિલ્ડિંગ કોચ ટી દિલીપને ડગઆઉટમાં પીઠ થપથપાવી હતી. રાહુલ દ્રવિડની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

પંતની શાનદાર કીપિંગ, ઈશાન કિશન પણ છવાયો

ઋષભ પંત અને ઈશાન કિશને કોલકાતા T20માં શાનદાર સ્પીડ બતાવી હતી. પંતે અક્ષર પટેલની બોલ પર ચેપમેનને સ્ટમ્પ આઉટ કર્યો, જે ખરેખર અદ્ભુત હતું. આ દરમિયાન પંતે જેમ્સ નીશમનો શાનદાર કેચ લીધો હતો. આ કેચ ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે બોલ ખૂબ ઊંચો ગયો હતો અને પંત તેને પકડતા પહેલા જ લપસી ગયો હતો. જોકે પંતે તેમ છતાં પણ કેચ ઝડપી લીધો હતો.

પંત સિવાય ઈશાન કિશને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ યુવા ખેલાડીએ પહેલા એક શાનદાર થ્રો પર ટિમ સિફર્ટને રનઆઉટ કર્યો અને પછી 14મી ઓવરમાં ઈશાન કિશન મિશેલ સેન્ટનરને રન આઉટ કર્યો. કિશને બાઉન્ડ્રી લાઇનથી વિકેટ પર સીધો થ્રો માર્યો અને રાહુલ દ્રવિડ આ થ્રો જોઈને દંગ રહી ગયો. આ જ કારણ છે કે દ્રવિડ ફિલ્ડિંગ કોચની પીઠ થપથપાવતો જોવા મળ્યો હતો.

મેચની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માએ શાનદાર 56 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 21 બોલમાં 29 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 20 બોલમાં 25 અને વેંકટેશ અય્યરે 20 રન બનાવ્યા હતા. દીપક ચહરે 8 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે પણ 18 રનની ઝડપી ઇનિંગ રમી હતી.

 

આ પણ વાંચોઃ IND vs NZ: રોહિત શર્માએ વિરાટ કોહલીને આ મામલે આપ્યો ઝટકો, હિટમેને નોંધાવ્યો વિક્રમ

 

આ પણ વાંચોઃ  IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે T20I માં ભારતનુ પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં કેવી રીતે પલટાયુ, જાણો

Published On - 9:28 am, Mon, 22 November 21

Next Article