IND vs SA: કેપ્ટનશિપના મુદ્દા પર રાહુલ દ્રવિડે કહ્યુ, ‘આ મારુ નહીં પસંદગીકારોનુ કામ છે’

|

Dec 25, 2021 | 5:41 PM

ભારતીય ટીમ (Team India) અત્યારે દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસે છે જ્યાં તેને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જે આવતીકાલથી શરૂ થઈ રહી છે.

IND vs SA: કેપ્ટનશિપના મુદ્દા પર રાહુલ દ્રવિડે કહ્યુ, આ મારુ નહીં પસંદગીકારોનુ કામ છે
Rahul Dravid

Follow us on

અત્યારે દરેક ફોર્મેટમાં દરેક અલગ કેપ્ટનનો ટ્રેન્ડ સામાન્ય છે. આવું ઈંગ્લેન્ડ (England) અને ઓસ્ટ્રેલિયા (Australia) માં જોવા મળ્યું છે. જ્યાં ટેસ્ટ ટીમના કેપ્ટન અલગ-અલગ છે, જ્યારે ODI અને T20ના કેપ્ટન પણ અલગ છે. હવે ભારતમાં પણ આ જોવા મળશે. BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિએ તાજેતરમાં જ રોહિત શર્મા (Rohit Sharma) ને ભારતની ODI અને T20 ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

જોકે આ પછી વિવાદ થયો હતો. વિરાટ કોહલી (Virat Kohli) એ દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસ પર રવાના થતા પહેલા ODI ટીમની કેપ્ટનશીપ છોડવાના મુદ્દે વાત કરી હતી અને કહ્યું હતું કે ટેસ્ટ ટીમની પસંદગીની બેઠક બાદ તેમને કહેવામાં આવ્યું હતું કે તે હવે ODI ટીમનો કેપ્ટન નથી.

હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે જ્યાં તેને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. આ મેચ પહેલા ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેને અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટન તરીકે નિયુક્ત થવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આના પર રાહુલે બેફામપણે કહ્યું કે આ તેમનું કામ નથી, પસંદગીકારોનું કામ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાહુલે કહ્યું, આ મારું કામ નથી, પસંદગીકારોનું કામ છે. મેં તેમાં ભાગ લીધો ન હતો. મેં ખાનગી સ્તરે ખેલાડીઓ સાથે જે વાત કરી છે તે ચોક્કસપણે જાહેરમાં બહાર આવશે નહીં.

 

હજુ ઘણું કામ બાકી છે

રાહુલે કહ્યું કે ટીમે વર્ષોથી શાનદાર કામ કર્યું છે પરંતુ ટેસ્ટ ટીમ તરીકે તેની ટીમે અન્ય વસ્તુઓ પણ હાંસલ કરવાની છે. તેણે કહ્યું, ટેસ્ટ ટીમના પરિપ્રેક્ષ્યમાં, ઘણી શ્રેણી જીતવાની છે, અમે ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી જીતી હતી પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી ઘણી મુશ્કેલ છે. WTC ફાઇનલ્સ અમારા મગજમાં છે. આશા છે કે અમે ટેસ્ટ ટીમ તરીકે સુધારો કરવાનું ચાલુ રાખીશું અને સુધારતા રહીશું. વિરાટ આ ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ સભ્ય છે. તેને ટેસ્ટ ખૂબ જ પસંદ છે.

ભારતે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતી છે અને ઈંગ્લેન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકા એવી જગ્યા છે જ્યાં ભારત અત્યાર સુધી એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી અને આ વખતે ટીમનું ધ્યાન આ દુષ્કાળને ખતમ કરવા પર રહેશે.

 

 

આ પણ વાંચોઃ Sixer King 2021: ટીમ ઇન્ડિયામાં આવ્યો નવો ‘સિક્સર કિંગ’, 2021માં કર્યો છગ્ગાઓનો વરસાદ, રોહિત શર્માને છોડી દીધો પાછળ

આ પણ વાંચોઃ Boxing Day Test: ‘બોક્સિંગ’ શબ્દને ક્રિકેટ સાથે શુ છે સંબંધ ? 26 ડીસેમ્બર થી શરુ થતી ટેસ્ટ મેચને અપાય છે ખાસ ઓળખ, જાણો

Next Article