IND vs AUS: હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન મુશ્કેલીમાં મુકાયું, પોલીસે FIR નોંધી

|

Sep 23, 2022 | 5:15 PM

હૈદરાબાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી T20 મેચ રમાશે. મેચની ટિકિટ માટે ગુરુવારના રોજ હજારો ચાહકો એકઠા થયા હતા. જ્યાં ચાહકોની ટિકીટ માટે ભીડ બેકાબુ બની હતી એક ચાહકનું મોત પણ થયું હતું.

IND vs AUS: હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન મુશ્કેલીમાં મુકાયું, પોલીસે FIR નોંધી
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન મુશ્કેલીમાં મુકાયું
Image Credit source: Twitter

Follow us on

IND vs AUS: ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં 3 ટી-20 સીરીઝ માટે ભારત આવી છે. પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ છે, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચ શુક્રવારે એટલે કે આજે નાગપુરમાં રમાશે. આ પછી,  (IND vs AUS) બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે. ફાઈનલ મેચ પહેલા હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (Hyderabad Cricket Association) મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. સિટી પોલીસ એક્ટની કલમ 420, 337 અને 21/76 હેઠળ એસોસિએશન સામે કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે કર્યો હતો લાઠીચાર્જ

ફાઈનલ મેચની ટિકીટ ખરીદવા માટે જીમખાના મેદાન પર હજારોની સંખ્યામાં ચાહોક પહોંચી ગયા હતા. જ્યાં ચાહકોની ટિકીટ માટે ભીડ બેકાબુ બની હતી. આ ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને લઈ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા. આ ભાગદોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે પોલીસે હૈદરાબાદ એસોશિએશ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

હૈદારાબાદમાં લાંબા સમય બાદ ઈન્ટરનેશનલ મેચનું આયોજન થઈ રહ્યું છે. ચાહકો તેમના સ્ટાર્સને જોવા માટે ઉત્સુક છે. લોકો સવારના 3 વાગ્યાથી મેચની ટિકિટ માટે કતાર લગાવવા લાગ્યા હતા. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ ભીડ પણ વધવા લાગી. ખરાબ વ્યવસ્થાને લઈને ચાહકો હૈદરાબાદ એસોસિએશન પર પણ ગુસ્સે થયા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ભારત સિરીઝમાં પાછળ છે

ભારત અને ઓસ્ટ્રેલિય વચ્ચે ચાલી રહેલી આ સિરીઝની વાત કરીએ તો ભારતીય ટીમ પહેલાથી જ સિરીઝમાં 0-1થી પાછળ ચાલી રહી છે. ભારતે મોહાલીમાં રમાયેલી ટી20 મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા અને કે.એલ. રાહુલ શરુઆતની 2 ઓવરમાં સારા શોર્ટ રમી ભારતને સારી શરુઆત અપાવી હતી પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી જલ્દી આઉટ થયા હતા.

ત્યારબાદ રાહુલે સુર્યકુમાર સાથે મળી 68 રનની ભાગેદારી નોંધાવી હતી. હાર્દિક પંડ્યા અણનમ 71 પર રહ્યો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયા નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા મજબૂત ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી, પરંતુ બોલરોએ કામ બગાડ્યું અને ઓસ્ટ્રેલિયાએ 4 બોલ પહેલા 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

Next Article