PAKvAUS: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સીરિઝ હવે બેનૌડ-કાદિર ટ્રોફીથી ઓળખાશે, આ બે દિગ્ગજોનું નામ આપવામાં આવ્યું

|

Mar 02, 2022 | 7:48 PM

બેનૌડીએ 1959માં પૂર્ણ પાકિસ્તાનના પ્રવાસ દરમ્યાન ઓસ્ટ્રેલિયા ટીમની કમાન સંભાળી હતી અને શ્રેણી 2-0થી જીતી લીધી હતી.

PAKvAUS: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સીરિઝ હવે બેનૌડ-કાદિર ટ્રોફીથી ઓળખાશે, આ બે દિગ્ગજોનું નામ આપવામાં આવ્યું
Benaud Qadir Trophy (PC: PCB)

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) વચ્ચે રમાનાર ટેસ્ટ સીરિઝ માટે બેનોડ-કાદિર ટ્રોફીનું નામ આપવામાં આવ્યું છે. ટ્રોફીનું નામ બે મહાન લેગ સ્પિનરો, કિચી બેનૌડ અન અબ્દુલ કાદિરના સન્માનમાં રાખવામાં આવ્યું છે. પાકિસ્તાનના સુકાની બાબર આજમ અને ઓસ્ટ્રેલિયા ટીમના સુકાની પેટ કમિન્સે શુક્રવારથી શરૂ થઈ રહેલ ટેસ્ટ મેચથી પહેલા પિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં બેનૌડ-કાદિર ટ્રોફી (Benaud Qadir Trophy)નું અનાવરણ કર્યું હતું. બેનૌડ-કાદિર ટ્રોફીને શ્રેણીની અંતિમ મેચમાં વિજેતા ટીમને આપવામાં આવશે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચ લાહોરમાં રમાશે.

બાબર આજમે એક નિવેદનમાં જણાવ્યું છે કે “આજની મેચ એવા વ્યક્તિઓ અને તેમની વિરાસતના કારણે સ્વસ્થ, સમૃદ્ધ અને મજબુત છે, જેને અમે હંમેશા તેના યોગદાન અને સેવાઓને ઓળખવા અને સ્વીકાર કરવા ઈચ્છીશું. બેનૌડ-કાદિર ટ્રોફી પર અમારી નજર રહેશે. આ શ્રેણી સમયે બંને ટીમોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

બેનૌડ અને કાદિર બંને ખેલાડીઓ અલગ યુગના બે કુશળ, પ્રતિષ્ઠિત સ્પિનર તરીકે ઓળખાતા હતા. કાદિરે શાનદાર બેટ્સમેનો સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું, જ્યારે ફાસ્ટ બોલરોનો સમય હતો.

તેણે વધુમાં કહ્યું “આ શ્રેણીથી ટેસ્ટ ક્રિકેટની ગુણવત્તામાં સુધારો થશે. આ શ્રેણી ઘણી રોમાંચક રહેશે. હું સન્માનિત મહેસુસ કરી રહ્યો છું કે બેનૌડ-કાદિર ટ્રોફીમાં હું પાકિસ્તાન ટીમનું નેતૃત્વ કરી રહ્યો છું. અમે સંપુર્ણ પ્રયાસ કરીશું કે આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન આપીએ. આ બંને દિગ્ગજોને શ્રદ્ધાંજલી ગણાશે. જે હંમેશા રમતના દિગ્ગજો બન્યા રહેશે.”

બેનૌડીએ 1959માં પૂર્ણ પાકિસ્તાનના પ્રવાસ દરમ્યાન ઓસ્ટ્રેલિયા ટીમની કમાન સંભાળી હતી અને શ્રેણી 2-0થી જીતી લીધી હતી. જ્યારે કાદિરે ઓસ્ટ્રેલિયા સામે 11 ટેસ્ટ રમી હતી અને તેમાં 1982 અને 1988માં બે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 33 વિકેટ સહિત કુલ 45 વિકેટ ઝડપી હતી.

બેનૌડ-કાદિર ટ્રોફીથી પહેલા પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાએ 25 ટેસ્ટ સીરિઝ રમી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 13 અને પાકિસ્તાને 7 ટેસ્ટ જીતી છે. જ્યારે પાકિસ્તાને અંતિમવાર 1998માં ઓસ્ટ્રેલિયાની યજમાની કરી હતી. ત્યારે માર્ક ટેલરની ટીમે 1-0થી શ્રેણી જીતી લીધી હતી. જ્યારે સરફરાજ અહમદની ટીમે 2018માં સંયુક્ત અરબ અમીરાતમાં પાકિસ્તાનની અંતિમ સ્થાનિક શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. 2019માં ઓસ્ટ્રેલિયામાં બંને ટીમો વચ્ચે અંતિમ ટેસ્ટ સીરિઝ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 2-0થી જીત મેળવી હતી.

આ પણ વાંચો : IPL: પાકિસ્તાનની ધરતી પર જ રહી ઓસ્ટ્રેલિયન ખેલાડીએ લગાવ્યા મરચાં, કહ્યુ આઇપીએલ આગળ PSL નું કંઇના આવે

આ પણ વાંચો : PAKvAUS: પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં સ્ટેડિયમમાં 100% દર્શકોને પ્રવેશ મળશે

Next Article