IND vs PAK: પાકિસ્તાનના આ ખેલાડીને બોલ જ નથી દેખાતો ! ન્યુઝિલેન્ડના પૂર્વ ઝડપી બોલરે તો એ હદે કહી દીધુ કે, તે તો ટીમને લાયક જ નથી

|

Oct 24, 2021 | 4:47 PM

IND vs PAK, T20 World Cup: ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટક્કર પહેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સિમોન ડૂલે શોએબ મલિક (Shoaib Malik) પર સવાલ ઉઠાવ્યા છે.

IND vs PAK: પાકિસ્તાનના આ ખેલાડીને બોલ જ નથી દેખાતો ! ન્યુઝિલેન્ડના પૂર્વ ઝડપી બોલરે તો એ હદે કહી દીધુ કે, તે તો ટીમને લાયક જ નથી
Pakistan Cricket Team

Follow us on

T20 T20 World Cup 2021 માં, ભારત અને પાકિસ્તાન (IND vs PAK, T20 World Cup) વચ્ચે ટકરાતા પહેલા માહોલ જબરદસ્ત છે. પાકિસ્તાનમાં તેની ટીમની જીત માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભારતીય ચાહકો પણ પૂરા જોશમાં છે. તેમને વિશ્વાસ છે કે વિરાટ એન્ડ કંપની ફરી એક વખત પાકિસ્તાની ટીમને ધોઈ નાખશે. સાથે જ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં પાકિસ્તાન સામે હાર નહી હારવાનો ભારતીય ટીમ (Team India) નો રેકોર્ડ અકબંધ રહેશે.

અન્ય દેશોના ખેલાડીઓ અને ચાહકોની પણ આ મેચ પર નજર છે. આ હાઇ વોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાની ટીમના એક ખેલાડી પર ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને પ્રખ્યાત કોમેન્ટેટર સિમોન ડૂલે (Simon Doull) સવાલ ખડાં કરી દીધા હતા.

સિમોન ડૂલે એક સ્પોર્ટસ શોમાં શોએબ મલિક (Shoaib Malik) પર સવાલ ઉભો કર્યો હતો. સિમોન ડૂલને પૂછવામાં આવ્યું કે, પાકિસ્તાને કઈ પ્લેઈંગ ઈલેવન સાથે જવું જોઈએ? તો આ અંગે ડૂલે કહ્યું કે તે ટીમમાં મોહમ્મદ હાફીઝ અને શોએબ મલિકમાંથી કોઇએ એક જ ખેલાડીને ટીમમાં રાખશે. સિમોન ડૂલે તેનું કારણ પણ જણાવ્યું હતુ. તેમણે સીધું જ કહ્યું કે તે શોએબ મલિકને પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનમાં જોવા નથી માંગતો. કારણ કે તે તાજેતરમાં યોજાયેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં ખૂબ જ ખરાબ રમ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

શોએબ મલિક બોલ જોતો નથી!

સિમોન દૂલે શોએબ મલિકની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું, તાજેતરમાં મેં શોએબ મલિકને CPLમાં રમતા જોયો હતો. તે ખૂબ જ ખરાબ રીતે રમ્યો. તે બોલ જોઈ શકતો ન હતો. બીજી બાજુ, જો મોહમ્મદ હાફીઝ સારી બોલિંગ કરશે તો હું તેને ટીમમાં સ્થાન આપીશ.આપને જણાવી દઈએ કે શોએબ મલિકે CPL 2021 માં ગુયાના એમેઝોન વોરિયર્સ તરફથી રમતી વખતે 10 ઈનિંગમાં 7.44 ની સરેરાશથી 67 રન બનાવ્યા હતા.

શોએબ મલિક સમગ્ર ટુર્નામેન્ટમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારવામાં સફળ રહ્યો હતો. જોકે શોએબ મલિકે ટી20 વર્લ્ડ કપ 2021ની તૈયારીઓ માટે આયોજિત નેશનલ ટી20 કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સિંધ સામે 85 અને 40 રન બનાવ્યા હતા.

બાબર આઝમે શોએબ મલિકને ભારત સામે છેલ્લા 12 ખેલાડીઓમાં પણ રાખ્યો છે કારણ કે તે સ્પિન સારી રીતે રમે છે. બાબરના મતે શોએબ મલિક પાસે અનુભવ છે અને તે સ્પિનરો સામે સારી બેટિંગ કરે છે.

પાકિસ્તાનની 12 સભ્યોની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને હૈદર અલી.

 

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: દુબઇમાં પાકિસ્તાનના નામે છે રન લુટાવવાનો રેકોર્ડ, જાણો દુબઇમાં ભારત-પાકિસ્તાને કેટલી મેચ રમી છે, કેવો છે ગ્રાઉન્ડ રેકોર્ડ, જાણો

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: પૂર્વ ક્રિકેટરે અમિતાભ બચ્ચનનો જાણીતો ડાયલોગ ‘મોત કે સાથ અપોઇન્ટમેન્ટ’ શેર કર્યો, ‘મૌકા-મૌકા’ ટ્રેન્ડ થવા લાગ્યુ

 

 

 

 

Published On - 4:47 pm, Sun, 24 October 21

Next Article