ICC Elite Panel નો ભાગ રહેલા પાકિસ્તાની અમ્પાયર આજે જૂતા અને કપડાની દુકાન ચલાવે છે, BCCI એ એક સમયે મુક્યો હતો પ્રતિબંધ

|

Jun 25, 2022 | 2:44 PM

Cricket : પાકિસ્તાનના દિગ્ગજ અમ્પાયર અસાર રઉફે (Asad Rauf) ઓસ્ટ્રેલિયા સામે આઉટ થવા છતાં વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) ને નોટઆઉટ આપ્યો હતો. બાદમાં વીરુએ કહ્યું કે તેણે આ માટે રઉફને 'લાંચ' આપી હતી.

ICC Elite Panel નો ભાગ રહેલા પાકિસ્તાની અમ્પાયર આજે જૂતા અને કપડાની દુકાન ચલાવે છે, BCCI એ એક સમયે મુક્યો હતો પ્રતિબંધ
Asad Rauf (PC: Twitter)

Follow us on

અસદ રઉફ (Asad Rauf) ને પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરો (Umpire) માંથી એક ગણવામાં આવે છે. અસદ રઉફે તેની 13 વર્ષની કારકિર્દીમાં 49 ટેસ્ટ, 98 વનડે અને 23 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. હવે અસદ રઉફનું જીવન ઘણું બદલાઈ ગયું છે અને તે લાહોરના એક માર્કેટમાં દુકાન ચલાવે છે. રઉફને હવે ક્રિકેટની રમતમાં કોઇ જ રુચી રહી નથી. અસદ રઉફે એક પાકિસ્તાની ચેનલ સાથે વાત કરતા કહ્યું, ‘જ્યારે મેં મારી આખી ઉંમર ખર્ચી દીધી. મેં 2013 પછી ક્રિકેટને બિલકુલ છોડી દીધું છે. કારણ કે હું જે કામ છોડી દઉં છું તે છોડી દઉં છું.’

અસદ રઉફ (Asad Rauf) એ કહ્યું, ‘મેં આ નાનો સેટઅપ રાખ્યો છે. જુઓ મારે કામ કરવાનું છે. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી કામ કરવું મારા લોહીમાં છે. હું અત્યારે 66 વર્ષનો છું અને હજુ પણ મારા પગ પર ઊભો છું. લોકોએ કામ કરતા રહેવું જોઈએ. જો તમે કામ છોડી દો તો તમે ઘરે બેસી જશો.’

BCCI એ લગાવ્યો હતો પ્રતિબંધ

2016 માં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા અસદ રઉફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ શિસ્ત સમિતિએ તેમને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવા બદલ દોષી ઠેરવ્યા હતા. અસદ રઉફે બુકીઓ પાસેથી કિંમતી ભેટો સ્વીકારી હતી અને 2013 IPL દરમિયાન મેચ ફિક્સિંગ કૌભાંડમાં તેની ભૂમિકા પણ સામે આવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીસીસીઆઈના પ્રતિબંધ અંગે રઉફે કહ્યું, ‘મેં આઈપીએલમાં મારો શ્રેષ્ઠ સમય પસાર કર્યો છે. આ મુદ્દાઓ સિવાય જે પાછળથી આવ્યા હતા. મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. તે બીસીસીઆઈ તરફથી આવ્યો હતો અને તેણે નિર્ણયો લીધા હતા.

મોડલે લગાવ્યા હતા ગંભીર આરોપો

અસદ રઉફ 2012 માં મુંબઈ ની એક મોડલ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને કારણે પણ ચર્ચામાં હતો. મોડેલે દાવો કર્યો હતો કે પાકિસ્તાની અમ્પાયર સાથે તેણીનું અફેર હતું. કારણ કે તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ પાછળથી અસદ રઉફે વચન પાળ્યું નહીં. આ મામલાને લઈને રઉફે કહ્યું, ‘જ્યારે છોકરીનો મામલો સામે આવ્યો ત્યારે હું ત્યાર બાદના વર્ષામાં પણ IPL માં અમ્પાયર કરવા માટે ગયો હતો.

Published On - 9:41 am, Sat, 25 June 22

Next Article