બાંગ્લાદેશ સામેની કારમી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. પોતાના જ ઘરમાં ક્લીન સ્વીપ બાદ પાકિસ્તાન ક્રિકેટ તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ શરમજનક હાર બાદ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ ખેલાડીઓની ક્લાસ લગાવી છે. ઘરઆંગણે છેલ્લી 10 ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનની આ છઠ્ઠી હાર છે અને આ પ્રથમ વખત છે જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ અને શ્રેણીમાં હરાવ્યું હોય. આ ખરાબ પ્રદર્શન બાદ તેની ટીમના કેપ્ટન શાન મસૂદે પોતાના ફેન્સની માફી માંગી છે અને હારનું બહાનું પણ બનાવ્યું છે.
પાકિસ્તાન ટેસ્ટ ટીમના કેપ્ટન શાન મસૂદે શ્રેણી બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન શાન મસૂદે કહ્યું, ‘અમે સમજીએ છીએ કે અમારા પ્રશંસકો પાકિસ્તાન ક્રિકેટ ટીમને ખૂબ જ પ્રેમ કરે છે અને અમે તેમની અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શક્યા માટે દિલથી માફી માગીએ છીએ. સિરીઝમાં હારનું કારણ જણાવતા શાને કહ્યું, ‘અમારે પાકિસ્તાની ખેલાડીઓને રેડ બોલ ક્રિકેટનો મહત્તમ અનુભવ આપવો પડશે. તમે દસ મહિના પછી રમાતી ટેસ્ટ શ્રેણીમાં સારા પરિણામની આશા રાખી શકતા નથી. ટેસ્ટ ક્રિકેટ અનુભવ માંગે છે. ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા માટે પાકિસ્તાની ખેલાડીઓએ લાલ બોલ ક્રિકેટ (ટેસ્ટ) વધુ રમવી પડશે.
Shan Masood after the defeat :
“If you can’t support us when we lose, don’t support us when we lose again”. pic.twitter.com/w4HAovgpyV
— mufaddla parody (@mufaddl_parody) September 3, 2024
આ સિરીઝની વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે શાહીન આફ્રિદી અને કેપ્ટન શાન મસૂદ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં ઝપાઝપી થઈ હતી. એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં શાહીન આફ્રિદીએ શાનનો હાથ તેના ખભા પરથી હટાવ્યો હતો. આ મુદ્દે વાત કરતા શાન મસૂદે કહ્યું કે, શાહીન આફ્રિદી સાથે કોઈ લડાઈ નથી. તે તેના ખભામાં દુખાવો અનુભવી રહ્યો હતો અને દુર્ભાગ્યવશ મેં તે ખભા પર મારો હાથ મૂક્યો હતો.’ આ સિવાય તેણે એ પણ કહ્યું કે શ્રેણીની બીજી મેચમાં શાહીન આફ્રિદીને આરામ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભારતને પાકિસ્તાનથી મળી મોટી ચેતવણી, બાંગ્લાદેશના કેપ્ટને ટીમ ઈન્ડિયાને દેખાડી આંખો
Published On - 6:29 pm, Tue, 3 September 24