IND vs PAK Match: ‘ટીમ ઈન્ડિયાની ભૂલથી જ પાકિસ્તાન એશિયા કપ જીતશે’, પૂર્વ પાક. સુકાની રાશિદ લતીફે કર્યો દાવો !

|

Aug 06, 2022 | 7:40 AM

એશિયા કપ આ મહિનાથી યુએઈમાં શ્રીલંકાની યજમાનીમાં રમાશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બંને ટીમો છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં આમને-સામને આવી હતી. ગયા વર્ષે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી.

IND vs PAK Match: ટીમ ઈન્ડિયાની ભૂલથી જ પાકિસ્તાન એશિયા કપ જીતશે, પૂર્વ પાક. સુકાની રાશિદ લતીફે કર્યો દાવો !
India vs Pakistan (PC: Twitter)

Follow us on

ક્રિકેટ ચાહકો (Cricket Fans) ને એકવાર ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની રોમાંચક મેચ જોવા મળશે. આ મેચ આ મહિનાથી UAE માં યોજાનાર એશિયા કપ 2022 (Asia Cup 2022) માં રમાશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે.

ભારતની ભુલથી જ પાકિસ્તાન જીતશેઃ પુર્વ પાક. સુકાની

આ બંને ટીમો છેલ્લી વખત T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં આમને સામને આવી હતી. ગયા વર્ષે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને (Pakistan Cricket) 10 વિકેટે જીત મેળવી હતી. આ અંગે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફ (Rashid Latif) નું મોટું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું કે છેલ્લી વખત ટીમ ઈન્ડિયા (Team India) ભૂલથી પાકિસ્તાનની ટીમ જીતી હતી. આ વખતે પણ ભારતની ભૂલને કારણે પાકિસ્તાનની ટીમ જીતશે.

‘વ્યૂહરચનાની દૃષ્ટિએ પાકિસ્તાનની ટીમ વધુ સારી’

રશિત લતીફે એક યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હાર, જીત ગમે તે હોય, પરંતુ રણનીતિની વાત કરીએ તો પાકિસ્તાન મજબૂત દેખાય રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) એ એક વર્ષમાં 7 સુકાની બદલ્યા છે. તેમના માટે ટીમ બનાવવી મુશ્કેલ હશે. તેની સાથે ખેલાડીઓ ચોક્કસપણે સારા છે. તેમ છતાં ભારતીય ટીમ હાલ શ્રેષ્ઠ 16 બનાવવા માટે સક્ષમ નથી. તેથી પ્લેઇંગ-11 પસંદ કરવું તેના માટે એક પડકાર હશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પૂર્વ પાકિસ્તાની સુકાની રાશિદ લતિફે વધુ કહ્યું કે, ‘છેલ્લી વખતે પાકિસ્તાન જીત્યું હતું. તે ભારતીય ટીમની ભૂલથી જીત્યું હતું. આ વખતે પણ ભારતની ભૂલને કારણે પાકિસ્તાનની ટીમ જીતશે.’

તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે રાજકીય મુદ્દાઓને કારણે 2012થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન (IND vs PAK) હંમેશા માત્ર ICC ટૂર્નામેન્ટ કે એશિયા કપમાં જ ટકરાતા જોવા મળ્યા છે.

એશિયા કપ બાદ ટી20 વર્લ્ડ કપમાં બંને દેશો વચ્ચે ટક્કર થશે

એશિયા કપ (Asia Cup 2022) બાદ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) આ વર્ષે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પણ રમવાના છે. આમાં પણ બંને ટીમો વચ્ચે મેચ થવાની છે. આ મેચ દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 23મી ઓક્ટોબરે યોજાવાની છે. તમને જણાવી દઈએ કે આ વખતે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં T20 વર્લ્ડ કપ રમાશે. ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં ટાઈટલ મેચ એટલે કે ફાઈનલ 13 નવેમ્બરના રોજ રમાશે.

Next Article