પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ

|

Jun 15, 2024 | 10:57 AM

આગામી T20 વિશ્વકપ 2026 ભારતમાં રમાનાર છે. આમ હવે ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં રમવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ક્વોલિફાયર મેચના તબક્કામાં સફળ થઈને પ્રવેશ મેળવવો પડશે. જે પાકિસ્તાન જેવી ટીમ માટે હવે શરમજનક સ્થિતિ છે.

પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ
પાકિસ્તાનને ડબલ ઝટકો

Follow us on

પાકિસ્તાન ભલે T20 વિશ્વકપ 2024માંથી બહાર ફેંકાઈ ગયું હોય પરંતુ, કાંટાની જેમ આ સ્થિતિ આગામી બે વર્ષ સુધી ચુભતી રહેશે. આગામી T20 વિશ્વકપ ભારતમાં રમાનાર છે. ભારતમાં રમાનાર આ ટૂર્નામેન્ટનો હિસ્સો બનવા માટે પાકિસ્તાનને સીધી એન્ટ્રી મળશે નહીં. એટલે કે અમેરિકામાં બહાર ફેંકાયા બાદ હવે આગામી T20 વિશ્વકપમાં ક્વોલિફાયર તબક્કો પાર કરવો પડશે. જેમાં ક્વોલિફાય થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટમાં એન્ટ્રી લઈ સકશે.

આગામી T20 વિશ્વકપ 2026 ભારતમાં રમાનાર છે. આમ હવે ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં રમવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ક્વોલિફાયર મેચના તબક્કામાં સફળ થઈને પ્રવેશ મેળવવો પડશે. જે પાકિસ્તાન જેવી ટીમ માટે હવે શરમજનક સ્થિતિ છે.

એક નહીં ડબલ ઝટકા

પાકિસ્તાન માટે હવે આગામી બે વર્ષ શરમજનક સ્થિતિમાં પસાર કરવા પડશે. તો વળી 2026માં તો તેના માટે સૌથી વધારે કઠીન શરમજનક સ્થિતિનો સામનો કરવો પડશે. કારણ કે નબળી ટીમો વચ્ચે ક્વોલિફાયર તબક્કો રમવો પડશે. સાથે જ અમેરિકા જેવી નવી ટીમ સુપર 8માં પહોંચી હોય, અને પાકિસ્તાને તેની સામે બહાર ફેંકાવું પડ્યું હોય આ બધુ જ કાંટાની જેમ આગામી બે વર્ષ સુધી પાકિસ્તાન ટીમ અને ચાહકોને ચુભતુ રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પાકિસ્તાન માટે બહાર ફેંકાઈ જવું એ એક મોટા ઝટકા સમાન છે. જોકે હવે પાકિસ્તાન માટે બીજો મોટો ઝટકો એ છે કે, આગામી T20 વિશ્વકપમાં સીધી એન્ટ્રીનો રસ્તો બંધ થઈ ગયો છે. ક્વોલિફાયર્સમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે જીત મેળવવી હવે આગામી T20 વિશ્વકપ માટે જરુરી બની ગઈ છે. જે બાદ તે ટૂર્નામેન્ટમાં રમી શકે છે. આમ પાકિસ્તાન માટે હવે આગામી T20 વિશ્વકપનું પણ સપનું જોવા માટે પડકારો પાર કરવા પડશે.

આ ટીમોને જ સીધી એન્ટ્રી

નિયમોનુસાર T20 વિશ્વકપ 2026માં સીધી એન્ટ્રી એ જ ટીમોને આપવામાં આવશે જે ટીમો T20 વિશ્વકપ 2024માં સુપર 8 તબક્કામાં પ્રવેશ કર્યો હોય. આમ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ શરુઆતના તબક્કામાં જ બહાર ફેંકાઈ જવા પામી છે. પાકિસ્તાન સુપર 8 માં પ્રવેશ કરી શક્યું નથી. T20 વિશ્વકપમાં પાકિસ્તાને હવે તેની સફરની અંતિમ મેચ રવિવારે આયર્લેન્ડ સામે રમવાની છે. આમ હવે આ મેચ માત્ર તેના માટે ઔપચારીક રહી ચુકી છે.

યુએસએની ટીમે T20 વિશ્વકપમાં કેનેડા સામે વિક્રમી રનચેઝ કર્યો હતો અને શાનદાર જીત નોંધાવી હતી. આ તેની પ્રથમ જીત ટૂર્નામેન્ટમાં હતી. ત્યાર બાદ અમેરિકાએ ઉલટફેર કરતા પાકિસ્તાનને પણ હરાવ્યું હતુ. પાકિસ્તાન સામે જીત મેળવીને જ અમેરિકાએ સુપર 8માં પહોંચવાનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો. ભારતે પણ પાકિસ્તાનને હરાવ્યું હતુ.

પાકિસ્તાન પાસે માત્ર 2 પોઈન્ટ

કારણ કે, ગૃપ A માં ભારતે 3 મેચ રમીને ત્રણેય મેચમાં જીત મેળવી છે. આમ ભારત 6 પોઈન્ટ્સ સાથે સુપર 8માં પ્રવેશ મેળવી ચુક્યું છે. જ્યારે યુએસએની ટીમ 4 મેચ રમીને 2 મેચમાં જીત મેળવી છે. જોકે તેની અંતિમ મેચમાં વરસાદ વરસતા ધોવાઈ ગઈ હતી. આમ અમેરિકાના પોઈન્ટ્સ 5 થવા પામ્યા છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ 3 મેચ રમીને એકમાં જીત મેળવી છે. જ્યારે બે મેચમાં હાર મેળવી છે. આમ તેમની પાસે માત્ર 2 પોઈન્ટ્સ છે. આવી સ્થિતિમાં આયર્લેન્ડ સામેની મેચમાં જીત મેળવે તો પણ તેના પોઈન્ટ્સ 4 થઈ શકે છે, જ્યારે વરસાદ નડે તો ત્રણ પોઈન્ટ થઈ શકે એમ છે.

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article