ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા નેટ્સ પર નવા અવતારમાં નજર આવ્યો બાબર આઝમ, રિઝવાનનુ લીધુ સ્થાન

|

Nov 28, 2022 | 8:44 AM

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે અને તેના માટે પાકિસ્તાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન બાબર આઝમ નવા અવતારમાં જોવા મળ્યો હતો.

ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા નેટ્સ પર નવા અવતારમાં નજર આવ્યો બાબર આઝમ, રિઝવાનનુ લીધુ સ્થાન
Babar Azam નવા અવતારમાં જોવા મળ્યો

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમવાની છે. પાકિસ્તાનની ટીમે આ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ખેલાડીઓ નેટ પર ખૂબ પરસેવો પાડી રહ્યા છે. આ શ્રેણીમાં બાબર આઝમ પર ઘણું નિર્ભર રહેશે કારણ કે તે પાકિસ્તાન ટીમનો મુખ્ય બેટ્સમેન છે. પરંતુ બાબર આઝમ નેટ્સમાં એક નવી ભૂમિકામાં દેખાયો. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે છે. આવી સ્થિતિમાં આ સિરીઝ તેના માટે ઘણી મહત્વની છે. બીજી તરફ, પાકિસ્તાનની ટીમ પણ આ શ્રેણી જીતવા માંગશે કારણ કે ઘરઆંગણે શ્રેણી હારવાથી તેની વિશ્વસનીયતા પર અસર પડશે અને તેને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ નુકસાન થશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

બાબર વિકેટકીપર બન્યો હતો

પાકિસ્તાનની ટીમે આ શ્રેણી માટે જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમના ખેલાડીઓ નેટ પર ઘણો પરસેવો પાડી રહ્યા છે. આવી સ્થિતિમાં બાબર આઝમ ઓલરાઉન્ડર અવતારમાં જોવા મળ્યો હતો. તેણે નેટ્સમાં બેટિંગ કરી. આ સિવાય તે બોલિંગ પણ કરતો જોવા મળ્યો હતો. તેણે પોતાની ઓફ સ્પિન પણ દેખાડી. બાબર અહીં જ અટક્યો ન હતો. તેણે વિકેટકીપિંગ પણ કર્યું હતું. બાબરે ગ્લોવ્ઝ પકડીને વિકેટકીપિંગ શરૂ કર્યું.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ શ્રેણી માટે બે વિકેટકીપરની પસંદગી કરી છે. મોહમ્મદ રિઝવાન અને સરફરાઝ અહેમદને ટીમમાં સ્થાન મળ્યું છે. પરંતુ તેમ છતાં બાબરે નેટ પર ગ્લોવ્ઝ પહેરી રાખ્યા હતા. રિઝવાન ટીમનો મુખ્ય વિકેટકીપર છે અને સંભવિત તેને પ્લેઇંગ-11માં પસંદ કરવામાં આવશે.

 

 

ઈંગ્લેન્ડ પ્રવાસનો હવેનો કાર્યક્રમ

પાકિસ્તાનની ટીમ 2005 બાદ પ્રથમ વખત ઈંગ્લેન્ડની યજમાની કરી રહી છે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં 1 થી 5 ડિસેમ્બર દરમિયાન રમાશે. આ પછી બીજી મેચ 9 થી 13 ડિસેમ્બર દરમિયાન કરાચીમાં રમાશે. ત્રીજી મેચ મુલતાનમાં 17 થી 21 ડિસેમ્બર દરમિયાન રમાશે. આ પહેલા ઇંગ્લેન્ડની ટીમે પણ ICC T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને T20 સિરીઝ રમી હતી. વર્લ્ડ કપની ફાઇનલમાં માત્ર ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો જ પહોંચી હતી જેમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો.

 

Published On - 8:40 am, Mon, 28 November 22

Next Article