Pakistan: વિરાટ કોહલીના પાકિસ્તાનમાં રહેલા દિવાનાની તસ્વીર થવા લાગી વાયરલ, જુઓ

|

Jul 02, 2021 | 4:35 PM

ભારતીય કેપ્ટનની એક પાકિસ્તાનની (Pakistan) ફેન પણ આ પહેલા ચર્ચામાં આવી હતી. ખૂબસૂરત યુવતી બાદ હવે, એક યુવકની તસ્વીર ધૂમ મચાવી રહી છે.

Pakistan: વિરાટ કોહલીના પાકિસ્તાનમાં રહેલા દિવાનાની તસ્વીર થવા લાગી વાયરલ, જુઓ
Virat Kohli

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના દિવાનાઓ દુનિયાના ખુણે ખુણે મળી રહે છે. ભારતીય ખેલાડીઓ ને ચાહવા વાળાઓ પણ મોટી સંખ્યામાં છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના નામની ટી શર્ટ પહેરેલ એક યુવાનની તસ્વીર, આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવવા લાગી છે. જે તસ્વીરમાં પાકિસ્તાની (Pakistani) યુવાન બાઇક ચલાવતો નજર આવી રહ્યો છે.

વાયરલ થવા લાગેલી તસ્વીર પાકિસ્તાનની છે. જેમાં એક યુવાન વિરાટ કોહલીના નામ વાળી ટી શર્ટ પહેરીને બાઇક ચલાવી રહ્યો છે. તો ટી શર્ટ પર છપાયેલો નંબર પણ કોહલીનો છે. જોકે તસ્વીરમાં પહેલી જોવા મળતી ટી શર્ટનો રંગ બ્લુ નહી પણ, ગ્રીન છે. જે તસ્વીર ખૂબ લોકો એ સોશીયલ મીડિયા પર શેર કરી છે. પરંતુ હવે ઓસ્ટ્રેલીયા થી શેર થઇ છે અને હવે વિશ્વભરના લોકોના નજરમાં આવવા લાગી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ પહેલા પણ કોહલીના લૂકની કોપી કરેલ યુવાનની તસ્વીર સોશીયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તે તસ્વીર પાકિસ્તાન જ નહી પણ દેશ વિદેશમાં ક્રિકેટ ચાહકોમાં ખૂબ પસંદ થવા લાગી હતી. ત્યાર બાદ આ બાઇક ચાલક યુવાને ધૂમ મચાવી છે. વિરાટ કોહલી હાલમાં ઇંગ્લેન્ડમાં છે, જ્યાં ભારતીય ટીમને ટેસ્ટ શ્રેણી પહેલા અપાયેલી ત્રણ સપ્તાહની રજાને માણી રહ્યો છે.

વિરાટ કોહલી એ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) અને પુત્રી વામિકાને ઇંગ્લેંન્ડ પ્રવાસમાં સાથે રાખ્યા છે. જ્યાં તે પરીવારની સાથે ત્રણ સપ્તાહની રજાઓનો આંનદ માણી રહ્યો છે. રજાઓ બાદ ભારતીય ટીમ આગામી 4 ઓગષ્ટ થી ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી રમવા મેદાને ઉતરશે. જે પહેલા ટીમના સભ્યો ફરી એકવાર બાયોબબલ હેઠળ એકઠા થશે.

ખેલાડીઓ લાંબો સમય સ્વદેશથી દુર રહેશે.

ભારત અને ઇંગ્લેંન્ડ (India Vs England) વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. જે શ્રેણી બાદ ટીમ ઇન્ડીયાના મોટા ભાગના ખેલાડી યુએઇ પહોંચશે. જ્યાં ટીમ આઇપીએલની આગળની મેચોમાં ભાગ લેશે. ત્યાર બાદ ટી20 વિશ્વકપમાં પણ હિસ્સો લેશે. આમ સિનીયર ખેલાડીઓ સહીત અનેક ખેલાડીઓ એ લાંબો સમય ભારત થી દુર રહેવુ પડશે.

Published On - 4:32 pm, Fri, 2 July 21

Next Article