AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: હાર બાદ પાકિસ્તાન ટીમમાં હંગામો, બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચે થયો ઝઘડો !

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પર સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, દરમિયાન એશિયા કપમાં હાર બાદ પાકિસ્તાની ડ્રેસિંગ રૂમમાં હોબાળો મચી ગયો છે. બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી વચ્ચે ડ્રેસિંગ રૂમમાં વિવાદ થયો હતો, જે બાદ બાબર ટીમને જાણ કર્યા વિના જ શ્રીલંકા છોડી ગયો હતો.

Asia Cup 2023: હાર બાદ પાકિસ્તાન ટીમમાં હંગામો, બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચે થયો ઝઘડો !
Babar & Shaheen
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 10:10 PM
Share

એશિયા કપ 2023 (Asia Cup 2023) માં કારમી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ખળભળાટ મચી ગયો છે. કેપ્ટન બાબર આઝમ (Babar Azam) પર સતત સવાલો ઉઠી રહ્યા છે, જ્યારે હવે ટીમમાં વિભાજનનો મુદ્દો પણ સામે આવ્યો છે. ખરાબ પ્રદર્શન બાદ જ્યારે બાબર આઝમે પોતાના સાથી ખેલાડીઓ પર સવાલો ઉઠાવ્યા ત્યારે સ્ટાર ખેલાડી શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi) સાથે ઝઘડો થયો હતો. એટલું જ નહીં, હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબર આઝમ કોઈને પણ જાણ કર્યા વિના શ્રીલંકા છોડીને પરત ફર્યો છે.

બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચે બબાલ !

પાકિસ્તાન આ એશિયા કપનું યજમાન હતું, પરંતુ તે સુપર-4માં ચોથા ક્રમે રહ્યું હતું. ભારત સામેની કારમી હાર બાદ શ્રીલંકાએ પણ પાકિસ્તાનને હરાવ્યું હતું, જે બાદ ડ્રેસિંગ રૂમમાં હોબાળો મચી ગયો હતો. બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારે મોહમ્મદ રિઝવાનને બચાવમાં આવવું પડ્યું હતું.

બાબર આઝમ કોઈને જાણ કર્યા વિના શ્રીલંકા છોડી ગયો

બોલ ન્યૂઝ અનુસાર, શ્રીલંકા સામેની હાર બાદ બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓની ક્લાસ લગાવી હતી. અહીં જ તેનો શાહીન આફ્રિદી સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તમામ ખેલાડીઓ હોટલમાં ગયા હતા. પરંતુ અહીં બાબર આઝમે કોઈની સાથે વાત કરી ન હતી, બધાને આશ્ચર્ય થયું જ્યારે બાબર આઝમ કોઈને જાણ કર્યા વિના શ્રીલંકા છોડી ગયો હતો.

આ પણ વાંચો : Asia Cup 2023: ફાઈનલ પહેલા રોહિત શર્માનું મોટું ટેન્શન, અડધી ટીમને આઉટ કરનાર સામે કેવી હશે ટીમની રણનીતિ?

બાબર આઝમ પર ઉઠયા સવાલો

એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ વચ્ચે આ રીતે ભાગલા પડવા એ એક મોટી ઘટના છે, તે પણ જ્યારે વર્લ્ડ કપ 2023 થોડા દિવસોમાં શરૂ થવાનો છે. પાકિસ્તાને બાબર આઝમની કપ્તાનીમાં વર્લ્ડ કપ રમવાનો છે, પરંતુ એશિયા કપમાં તેના ખરાબ પ્રદર્શનને કારણે તેની સતત ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓ અને નિષ્ણાતોએ બાબર આઝમ પર સવાલ ઉઠાવ્યા છે.

એશિયા કપમાં પાકિસ્તાનની હાલત

જો બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમના પ્રદર્શનની વાત કરીએ તો પાકિસ્તાન માત્ર બાંગ્લાદેશ અને નેપાળ સામે જ મેચ જીતવામાં સફળ રહ્યું હતું. જ્યારે ભારત અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમ માત્ર સુપર-4માં પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહી હતી. ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું, બાદમાં શ્રીલંકા સામેની સેમિફાઇનલ મેચમાં તેમને બે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">