Pakistan Cricket: PCB માટે રાહતના સમાચાર, ન્યુઝીલેન્ડ બોર્ડે પ્રવાસ રદ કરવા બદલ નુકસાની ચૂકવી

|

May 20, 2022 | 10:25 AM

Cricket : બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝની વનડે શ્રેણીની યજમાની કરવા જઈ રહી છે. આ પછી પાકિસ્તાને નેધરલેન્ડના પ્રવાસે પણ જવું પડશે.

Pakistan Cricket: PCB માટે રાહતના સમાચાર, ન્યુઝીલેન્ડ બોર્ડે પ્રવાસ રદ કરવા બદલ નુકસાની ચૂકવી
Pakistan Cricket Board (PC Twitter)

Follow us on

સુરક્ષાના જોખમને કારણે મોટાભાગના દેશો પાકિસ્તાનની ધરતી પર ક્રિકેટ (Cricket) રમવાથી દૂર રહે છે. આ કેસમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ (New Zealand Cricket) ટીમ ગયા વર્ષે પાકિસ્તાનમાં મર્યાદિત ઓવરોની શ્રેણી રમવાની હતી. પરંતુ તેણે ODI મેચની શરૂઆત પહેલા તેમનો પ્રવાસ રદ કર્યો હતો. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) ને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું.

હવે આ પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખર વાત એવી છે કે ન્યુઝીલેન્ડ ક્રિકેટ (New Zealand Cricket Borad) એ હોટલ બુકિંગ, સુરક્ષા, પ્રસારણ અને અન્ય નાણાકીય નુકસાન માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને વળતર ચૂકવ્યું છે. ક્રિકેટ પાકિસ્તાન બોર્ડ ના રિપોર્ટ અનુસાર વળતરની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ન્યુઝીલેન્ડ હવે ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 માં 3 વનડે અને 2 ટેસ્ટ મેચ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. તેવી જ રીતે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પણ એપ્રિલ 2023 માં 5 મેચની T20I અને 5 મેચની ODI શ્રેણી રમે તેવી શક્યતા છે.

તો બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) એ ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ત્રિકોણીય શ્રેણી રમવાના ન્યુઝીલેન્ડ બોર્ડના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. વર્લ્ડ કપ 2023 ને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડે આઈસીસીની બેઠક દરમિયાન ત્રિકોણીય શ્રેણીની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને બાકીના બંને દેશોએ સ્વીકારી લીધો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો કે ઇંગ્લેન્ડની મેચોની તારીખો નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ન્યુઝીલેન્ડના પ્રવાસની પુષ્ટિ કરશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ આ વર્ષે સાત મેચની ટી-20 શ્રેણી રમશે તેવી સંભાવના છે. પાકિસ્તાન ટીમનું છેલ્લી અસાઇનમેન્ટ આ વર્ષે એપ્રિલમાં પુરુ થયું હતું. જ્યારે તેણે ટી20 મેચ સિવાય ત્રણ મેચની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની યજમાની કરી હતી.

પાકિસ્તાનની ટીમ આયર્લેન્ડના પ્રવાસે જશે

જ્યારે ODI શ્રેણીમાં યજમાન ટીમ વિજયી રહી હતી. ત્યારે કાંગારૂ ટીમે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં જીત મેળવી હતી. પાકિસ્તાની ટીમ નેધરલેન્ડ જશે તે પહેલા જૂનમાં વનડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની યજમાની કરશે. કેપ્ટન બાબર આઝમની ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને નેધરલેન્ડ બંને સામે સારો દેખાવ કરે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.

Published On - 10:00 am, Fri, 20 May 22

Next Article