પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખને મળી જાનથી મારી નાખવાની ધમકી, બુલેટપ્રૂફ કારમાં ‘કેદ’ થયા રમીઝ રાજા

|

Jul 05, 2022 | 7:17 AM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાનો જીવ જોખમમાં છે. રમીઝ રાજાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખને મળી જાનથી મારી નાખવાની ધમકી, બુલેટપ્રૂફ કારમાં કેદ થયા રમીઝ રાજા
Ramiz Raja
Image Credit source: Ramiz Raja Twitter

Follow us on

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો લાંબા સમયથી સારા નથી. સુરક્ષાના કારણે પાકિસ્તાનમાં (Pakistan) લાંબા સમય સુધી ક્રિકેટ મેચ રમાતી ના હતી. લાંબા સમયથી પાકિસ્તાનની ટીમનું હોમ ગ્રાઉન્ડ પણ UAE હતું. જો કે, હવે ત્યાં ક્રિકેટ મેચ ફરીથી રમાઈ રહી છે. કેટલીક ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ પણ કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) પણ દેશમાં આ રમત ફરીથી સારા અને સુરક્ષીત વાતાવરણમાં રમાય તે માટે પૂરા પ્રયાસ કરી રહ્યું છે અને કડક સુરક્ષા આપવાનું વચન આપીને વિદેશી ટીમોને પણ પોતાના દેશમાં રમવા માટે આમંત્રિત કરી રહ્યું છે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા સતર્કતાને કારણે, ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે જ રદ કરીને પરત ફરી હતી.

PCB અધ્યક્ષ પોતે જ સુરક્ષિત નથી

PCBની ક્રિકેટ જગતમાં પણ ઘણી ટીકા થઈ હતી. હવે PCB ચેરમેન રમીઝ રાજાએ (Ramiz Raja) સુરક્ષાને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ છે કે તે પોતે સુરક્ષિત નથી. રમીઝે ખુલાસો કર્યો હતો કે સુરક્ષાની ચિંતાઓને કારણે તે પોતે બુલેટપ્રૂફ વાહનનો ઉપયોગ કરે છે. તેમણે આ વાત રમતગમત મામલાની સ્થાયી સંસદીય સમિતિ (નેશનલ એસેમ્બલી કમિટી) ને જણાવી છે. પાકિસ્તાની પત્રકારના જણાવ્યા અનુસાર, રમીઝ રાજાએ કહ્યું કે મને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી મળી છે, ત્યારબાદ મેં બુલેટ પ્રૂફ કાર સહિત મુસાફરી માટે ખાસ વ્યવસ્થા કરી છે.

PCB પાસેથી કોઈપણ લાભ લેવાનુ ટાળ્યું

બોર્ડના અધ્યક્ષ તરીકે તેમને કેવા લાભો મળી રહ્યાં છે તે અંગેના પ્રશ્નના જવાબમાં રમીઝે કહ્યું કે તે પોતે PCB માટે મોટો નાણાકીય બોજ નથી કારણ કે તેઓ અન્ય બાબતોની સાથે તેમના તબીબી ખર્ચાઓનું ધ્યાન પોતે જ રાખે છે. મીટિંગની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે રમીઝે સમિતિના સભ્યોને કહ્યું હતું કે તેણે સુરક્ષાના જોખમોને કારણે બોર્ડના બુલેટ પ્રૂફ વાહનનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય તે પીસીબી પાસેથી કોઈ લાભ લેવાનું ટાળી રહ્યા છે. તેમણે કહ્યું કે સમિતિના કોઈપણ સભ્યોએ રમીઝને સરકાર બદલ્યા પછી બોર્ડના અધ્યક્ષ તરીકેના તેમના ભવિષ્ય વિશે પૂછ્યું ન હતું. કોઈએ રાજીનામું આપવા વિશે પણ પૂછ્યું નથી. પાકિસ્તાનમાં સામાન્ય રીતે દેશમાં સરકાર બદલાયા બાદ બોર્ડના અધ્યક્ષ પણ બદલાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Next Article