PAK vs SL : પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર શ્રેણી સ્થગિત, આર્થિક અને રાજકીય મુદ્દાઓ જવાબદાર !

|

May 09, 2022 | 4:01 PM

Cricket : શ્રીલંકા (Sri Lanka Cricket) અને પાકિસ્તાન (Pakistan Cricket) વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ રમાવાની હતી. હવે પાકિસ્કાનની ટીમ જુલાઇ-ઓગસ્ટમાં 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે શ્રીલંકા જશે.

PAK vs SL : પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર શ્રેણી સ્થગિત, આર્થિક અને રાજકીય મુદ્દાઓ જવાબદાર !
PAK vs SL, (PC : Twitter)

Follow us on

શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) બોર્ડની વિનંતી પર પાકિસ્તાનના આગામી શ્રીલંકાના પ્રવાસ પર રમાનારી ત્રણ મેચની ODI શ્રેણી રદ કરવામાં આવી છે. જે બાદ હવે પાકિસ્તાન (Pakistan Cricket) માત્ર 2 ટેસ્ટ મેચો માટે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં શ્રીલંકાના પ્રવાસે જશે. આ ODI શ્રેણી ICC વર્લ્ડ કપ સુપર લીગમાં સામેલ કરવામાં આવી ન હતી. જ્યારે ટેસ્ટ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 નો ભાગ છે.

શ્રીલંકામાં તાજેતરના સમયમાં ચાલી રહેલા આર્થિક અને રાજકીય મુદ્દાઓએ શ્રીલંકા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચેની ODI શ્રેણી રદ કરવામાં ભૂમિકા ભજવી છે. શ્રીલંકામાં પાવર આઉટેજ હોવાથી ડે-નાઈટ મેચોની યજમાની કરવી મુશ્કેલ બનશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

માત્ર 2 ટેસ્ટ મેચ માટે પાકિસ્તાનની ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે

આ સમય દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) શ્રીલંકાની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કારણ કે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં બે ટેસ્ટ, પાંચ ODI અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો માટે શ્રીલંકાનો પ્રવાસ કરવાનું છે.

 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના મીડિયા ડિરેક્ટર સમી-ઉલ-હસન બર્નીએ ખુલાસો કર્યો હતો કે શ્રીલંકા ક્રિકેટ (SLC) એ ODI રદ કરવાની વિનંતી કરી હતી. જેથી કરીને તેઓ નાણાકીય કટોકટીના એક અઠવાડિયા પહેલા લંકા પ્રીમિયર લીગ (LPL) નું શેડ્યૂલ આગળ વધારી શકે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ડાયરેક્ટર મીડિયા સમી-ઉલ-હસન બર્નીને ક્રિકેટ પાકિસ્તાન દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે, “શ્રીલંકન બોર્ડ નાણાકીય નુકસાન ઘટાડવા માટે એક અઠવાડિયા પહેલા તેમની લીગ શરૂ કરવા માંગે છે. તેથી તેઓએ અમને ODI શ્રેણીને રદ્દ કરવા કહ્યું હતું. જે અમે સ્વીકારવાનું નક્કીર કર્યું છે.”

તેણે એમ કહ્યુ કે, “આગામી સમયમાં યોજાનાર પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર વન-ડે સીરિઝ આવનારા વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ નથી. જેથી આ સીરિઝ રદ્દ કરવામાં અમને કોઈ જ વાંધો ન હતો. સીરિઝના અંતિમ કાર્યક્રમ પર હજુ ચર્ચા ચાલી રહી છે અને તે ટૂંક સમયમાં રિલીઝ થશે.”

Next Article