Gujarati News » Photo gallery » Cricket photos » Sri Lanka Cricket imposes new 3 Month Notice rule on cricketers who want to retire Bhanuka Rajapaksa Danushka Gunathilaka
Sri Lanka Cricket: ભાનુકા અને ગુણાતિલકાની નિવૃત્તી બાદ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ આકરુ થયુ, સંન્યાસને લઇને પણ લાદ્યા કડક નિયમો
શ્રીલંકન ક્રિકેટને ત્રણ દિવસમાં બે મહત્વના ખેલાડીઓની નિવૃત્તિને મોટો ફટકો પડ્યો છે. ટીમના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે (Bhanuka Rajapaksa) અને દાનુષ્કા ગુણાતિલકા (Danushka Gunathilaka) એ તાજેતરમાં અચાનક નિવૃત્તિ જાહેર કરી હતી.
કેટલાક ખેલાડીઓની નિવૃત્તિથી શ્રીલંકન ક્રિકેટ આઘાતમાં છે. થોડા જ દિવસોમાં ટીમના બે મહત્વના ખેલાડીઓએ અચાનક નાની વયે નિવૃત્તિની જાહેરાત કરીને બોર્ડને મુશ્કેલીમાં મૂકી દીધું છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે હવે શ્રીલંકાના બોર્ડે 'કોર્પોરેટ' નિયમો અપનાવીને નિવૃત્તિના થોડા મહિના પહેલા નોટિસ આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે નિવૃત્ત થનારા ખેલાડીઓ પર નવી શરતો પણ લાદવામાં આવી છે.
1 / 5
શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે (Bhanuka Rajapaksa) 5 જાન્યુઆરીએ માત્ર 30 વર્ષની વયે શ્રીલંકન ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે જ સમયે, 30 વર્ષીય ઓલરાઉન્ડર દાનુષ્કા ગુણાતિલકા (Danushka Gunathilaka) એ પણ 7 જાન્યુઆરીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી શ્રીલંકાના બોર્ડે આ કડક નિર્ણય લીધો છે.
2 / 5
શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે 5 જાન્યુઆરીએ માત્ર 30 વર્ષની વયે શ્રીલંકન ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે જ સમયે, 30 વર્ષીય ઓલરાઉન્ડર દાનુષ્કા ગુણાતિલકાએ પણ 7 જાન્યુઆરીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી શ્રીલંકાના બોર્ડે આ કડક નિર્ણય લીધો છે.
3 / 5
એટલું જ નહીં, બોર્ડે વિદેશી લીગમાં રમી રહેલા નિવૃત્ત ખેલાડીઓ પર પણ નવી શરત લગાવી છે. આ બીજો નિયમ છે, જે અંતર્ગત વિદેશી ફ્રેન્ચાઇઝી લીગમાં રમવા માટે અરજી કરનારા નિવૃત્ત ખેલાડીઓને નિવૃત્તિના 6 મહિના પૂર્ણ કર્યા પછી જ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળશે.
4 / 5
ત્રીજો નિયમ છે - નિવૃત્ત રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ સ્થાનિક લીગ, લંકા પ્રીમિયર લીગમાં રમવા માટે લાયક ગણાશે, જો તેઓ લીગની પહેલાની સિઝનમાં સ્થાનિક ટુર્નામેન્ટમાં 80 ટકા મેચો રમ્યા હશે. બોર્ડે આ ત્રણ નિર્ણયોને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.