બાબર આઝમની નિષ્ફળતા પાકિસ્તાનમાં મોટો મુદ્દો બની રહી છે. પાકિસ્તાની પત્રકારોએ હવે બાબર આઝમને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બાકાત રાખવાની વાત શરૂ કરી દીધી છે, જ્યારે કેટલાક પત્રકારો તો એવું પણ કહી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ બાબર આઝમની મદદ માટે આગળ આવવું જોઈએ. પાકિસ્તાની પત્રકાર અરફા ફિરોઝ જેકે સોશિયલ મીડિયા પર માંગ કરી હતી કે વિરાટ કોહલી સિનિયર ખેલાડી છે અને ખરાબ સમયમાં બાબર આઝમે તેના માટે સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું હતું, તેથી હવે તેણે પણ મોટું દિલ બતાવીને બાબરની મદદ કરવી જોઈએ.
બાબર આઝમના ખરાબ ફોર્મને જોતા હવે તેને ટીમમાંથી બહાર કરવાની ચર્ચા ચાલી રહી છે. બાબર આઝમે છેલ્લી 15 ટેસ્ટ ઈનિંગ્સમાં માત્ર 317 રન બનાવ્યા છે. તેની એવરેજ 21.13 છે અને તેણે એક સદી તો છોડો અડધી સદી પણ ફટકારી નથી. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 41 રન રહ્યો છે. આટલું ખરાબ પ્રદર્શન જોયા બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈંગ્લેન્ડ શ્રેણીમાં તેના સ્થાને કામરાન ગુલામને તક મળવી જોઈએ.
Virat Kohli is a senior of Babar Azam in the international cricket. Virat has a social responsibility to step forward and motivate his juniors during bad patches in their careers. We do expect Virat will stand for Babar likewise Babar did for Virat! #PAKvBAN
— Arfa Feroz Zake (@ArfaSays_) September 2, 2024
બાબર આઝમે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જે રીતે બેટિંગ કરી છે તે જોતા લાગે છે કે તેને ભવિષ્યમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બાબર આઝમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 20.46ની એવરેજથી માત્ર 266 રન બનાવ્યા છે. આ જ કારણ છે કે પાકિસ્તાનની ટીમે પણ આ ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. આ ટીમ પહેલાથી જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
આ પણ વાંચો: કપિલ દેવને લઈને યુવરાજ સિંહના પિતાના નિવેદને હંગામો મચાવ્યો, એવી હાલત કરીશ કે દુનિયા થુંકશે