PAK vs AUS: પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોરોનાની એન્ટ્રી, કોચ પોઝિટિવ

|

Mar 03, 2022 | 9:58 AM

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan Vs Australia) વચ્ચે 4 માર્ચથી પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે. આ મેચ રાવલપિંડી (Rawalpindi Test) માં રમાશે.

PAK vs AUS: પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોરોનાની એન્ટ્રી, કોચ પોઝિટિવ
Fawad Ahmed ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાયા અગાઉ પીએસએલના બાયોબબલમાં હતો

Follow us on

ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસ (Pakistan Vs Australia) ની શરૂઆતે જ ટીમની અંદર કોરોના (COVID-19) દાખલ થઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાના સ્પિન કોચ ફવાદ અહેમદ (Fawad Ahmed) પ્રથમ ટેસ્ટ પહેલા જ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 40 વર્ષીય ફવાદમાં કોરોનાના હળવા લક્ષણો છે. ફવાદ અહેમદ પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો હતો, જ્યાં તે લાહોર કલંદરનો હિસ્સો હતો, જે ટીમ પ્રથમ વખત ટાઇટલ જીતી હતી. તે પાકિસ્તાન સુપર લીગના બાયોબબલમાં રહીને આવ્યો હતો, તેમ છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ (Australia Cricket Team) ના મેડિકલ સ્ટાફે તેને ટીમમાં જોડતા પહેલા અલગ કરી દીધો હતો. ફવાદ આઈસોલેશનમાં હોવાને કારણે, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હાલમાં તેના સંપર્કથી દૂર છે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 માર્ચથી પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે. આ મેચ રાવલપિંડીમાં રમાશે. બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની આ પ્રથમ મેચ હશે. બાકીની બે મેચ લાહોર અને કરાચીમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની શ્રેણી માટે ફવાદ અહેમદને સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

2 નેગેટિવ ટેસ્ટ આવ્યા બાદ જ ફવાદ ટીમ સાથે જોડાશે

સ્પિન બોલિંગ કોચ ફવાદ અહેમદ હવે બે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ આઈસોલેશનમાંથી બહાર આવી શકશે. પીએસએલમાં રમ્યા બાદ તે સોમવારે ઓસ્ટ્રેલિયાની ટીમના રોકાણ સ્થળની હોટલમાં આવ્યો હતો, જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે પોઝિટિવ જણાયો હતો. પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા સિરીઝની શરૂઆત પહેલા ફવાદ કોરોના પોઝિટિવ નીકળનાર બીજા સભ્ય છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ગયા અઠવાડિયે પાકિસ્તાની ખેલાડી હેરિસ રૌફનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના કારણે તેને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું. મોટી વાત એ છે કે ફવાદ અહેમદ અને હેરિસ રઉફ બંને પાકિસ્તાન સુપર લીગમાં એક જ ટીમ લાહોર કલંદરનો ભાગ હતા.

ફવાદ શ્રીરામનું સ્થાન લેશે

ઓસ્ટ્રેલિયન ટીમમાં શ્રીધરન શ્રીરામની જગ્યાએ ફવાદ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં જન્મેલા ફવાદ અહેમદે ઓસ્ટ્રેલિયા માટે 29 ઓગસ્ટ 2013 થી 16 સપ્ટેમ્બર 2013 સુધી 5 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ 5 મેચોમાં 2 T20 મેચ હતી, ત્યારબાદ 3 ODI મેચ રમી હતી. તેના નામે કુલ 6 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. આટલા ઓછા આંતરરાષ્ટ્રીય અનુભવ પછી પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નાથન લિયોનને બોલિંગની ટીપ્સ જણાવવા માટે તેને પોતાની સાથે જોડ્યો છે. લિયોન પાસે અત્યાર સુધીમાં 136 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.

 

આ પણ વાંચોઃ Ukrain: દેશ પર આફત સામે લડવા યુક્રેનના ખેલાડીઓ યુદ્ધના મેદાને ઉતરશે, વિશ્વ ચેમ્પિયન થી લઇ ઓલિમ્પિક મેડાલીસ્ટ સેના સાથે જોડાયા

આ પણ વાંચોઃ Vladimir Putin ને જ્યારે એક મહિલા ખેલાડીએ ભોંય પર પછાડી દીધા, કંઇક આમ જોવા મળ્યા હતા રશિયન પ્રમુખ Video

 

Published On - 9:54 am, Thu, 3 March 22

Next Article