દેશ માટે રમનાર આ ખેલાડી દેશની વિરોધમાં કરી રહ્યો છે વાત, શું સાબિત કરવા માંગે છે દેશ સાથે ગદ્દારી ?

ગુરુવારે, 8 મેના રોજ પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. આ પછી, જ્યારે ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો, તે જ સમયે અંબાતી રાયડુએ કંઈક એવું પોસ્ટ કર્યું જેનાથી હોબાળો મચી ગયો હતો. અંબાતી રાયડુની પોસ્ટ બાદ એ સવાલ ઊભો થાય છે કે દેશ માટે રમાનાર આ ખેલાડી શું દેશ સાથે જ ગદ્દારીની વાતો કરી રહ્યો છે?

દેશ માટે રમનાર આ ખેલાડી દેશની વિરોધમાં કરી રહ્યો છે વાત, શું સાબિત કરવા માંગે છે દેશ સાથે ગદ્દારી ?
Ambati Rayudu
Image Credit source: Instagram/Ambati Rayudu
| Updated on: May 09, 2025 | 8:42 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ પછી બંને દેશો વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. ભારતીય સેના પાકિસ્તાનને પાઠ ભણાવી રહી છે જે તેની ગતિવિધિઓથી બાકાત નથી રહી. એવા સમયે જ્યારે આખો દેશ સરકાર અને સેના સાથે ઉભો છે અને પાકિસ્તાનને કડક પાઠ ભણાવવાના પ્રયાસોને સમર્થન આપી રહ્યો છે, ત્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુની એક પોસ્ટથી હોબાળો મચી ગયો છે.

અંબાતી રાયડુએ કરી પોસ્ટ

અંબાતી રાયડુની આ પોસ્ટ ગુરુવાર, 8 મેના રોજ સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરવામાં આવી હતી. આ પોસ્ટ એવા સમયે આવી જ્યારે પાકિસ્તાને અચાનક ભારત પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કર્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ડઝનબંધ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા, જેને પહેલાથી જ ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

 

રાયડુની પોસ્ટ પર હોબાળો

સેનાએ પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવતા જ ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી અને લાહોર, સિયાલકોટ, ઈસ્લામાબાદ સહિત ઘણા શહેરો પર હુમલો કર્યો. આ દરમિયાન, ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ પોસ્ટ કર્યું, “આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી બનાવી દે છે.” તેની પોસ્ટ ભારતીય ફેન્સને પસંદ ન આવી અને યુઝર્સે રાયડુની પોસ્ટની ભારે ટીકા કરી. યુઝર્સે કોમેન્ટમાં રાયડુને પ્રશ્ન કર્યો કે શું ભારતે પોતાનું રક્ષણ ન કરવું જોઈએ, કારણ કે પહેલો હુમલો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતે વળતો જવાબ આપ્યો છે.

નવી પોસ્ટમાં શાંતિની કામના કરી

રાયડુએ પોતાની પોસ્ટ ડિલીટ ન કરી પરંતુ થોડા સમય પછી, તેણે એક નવી પોસ્ટ કરી અને શાંતિની કામના કરી. તેમણે લખ્યું, “જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને ભારતીય સરહદના અન્ય ભાગોમાં દરેકની સલામતી અને શાંતિ માટે પ્રાર્થના. આનાથી પ્રભાવિત દરેક માટે સલામતી, શક્તિ અને ઝડપી ઉકેલની આશા. જય હિંદ.” જોકે, આના પર પણ રાયડુને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને ચાહકો તેની નવી પોસ્ટ સાથે સહમત ન હતા.

 

શું આ હુમલાઓ ભૂલી શકાય?

રાયડુની પોસ્ટ બાદ જે હંગામો મચ્યો છે તે બાદ પાકિસ્તાનની ગદ્દારીના ઉદાહરણો વિશે ફરી એકવાર અવગત થવું ખૂબ જ જરૂરી છે. 1947 કાશ્મીર યુદ્ધ, 1965 અને 1971 યુદ્ધ, 1999 કારગિલ વોર, પ્લેન હાઈજેક, 2001માં દિલ્હીમાં સંસદ ભવન પર હુમલો, 2008માં મુંબઈમાં 26/11 આતંકી હુમલો, 2015 બાદ મોદીના રાજમાં પાકિસ્તાની આતંકીઓએ ઉરી અને પહેલગાવ સહિત હુમલા, આ તમામ પાકિસ્તાનની નાપાક હરકતોના સબૂત છે. આટલા હુમલા બાદ પણ શું રાયડુ આખ અને કાન બંધ કરીને બેઠો છે.

ક્યારે આંખો ખુલશે?

શું અંબાતી રાયડુની આખો ફૂટી ચૂકી છે, કે આટલા હુમલા બાદ પાકિસ્તાનની તરફેણમાં બકવાસ કરી રહ્યો છે. ભારતનું ખાઈને ભારત સાથે જ ગદ્દારીનો મેસજ લખી રહ્યો છે. 26 હિન્દુઓને તેમના ધર્મ પૂછીને મારવામાં આવ્યા, શું મુસ્લિમ આતંકીઓની મનશા જોઈ હજી પણ રાયડુને કઈ દેખાતું નથી, શું તે એ દિવસની રાહ જોઈ થયો છે જ્યારે તેના ઘરના કોઈને પાકિસ્તાન અને મુસ્લિમ આતંકવાદનો શિકાર બનવું પડશે ત્યારે તેની આંખો ખુલશે. આવા ખેલાડીને દેશની ટીમ તરફથી રમવાનો કોઈ અધિકાર નથી. આવા ખેલાડીઓ વિશે તમારો શું વિચાર છે, કોમેન્ટ કરીને જણાવો.

આ પણ વાંચો: Breaking News : UAEએ પાકિસ્તાનના મોઢા પર મારી થપ્પડ, PSL 2025નું આયોજન કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો