Old Is Gold : IPL 2022માં આ ભારતીય ખેલાડીઓએ સાબિત કર્યું કે ઉંમર એ માત્ર એક આંકડો છે

|

May 16, 2022 | 1:07 PM

IPL 2022 : આ લિસ્ટમાં એવા ઘણા ખેલાડીઓ છે, જે કદાચ તેમની છેલ્લી આઈપીએલ (IPL) ની સિઝન રમી રહ્યા છે. આ ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે.

Old Is Gold : IPL 2022માં આ ભારતીય ખેલાડીઓએ સાબિત કર્યું કે ઉંમર એ માત્ર એક આંકડો છે
MS Dhoni, Dinesh Kartik, Ashwin and Wriddhiman Saha

Follow us on

IPL 2022 સીઝન તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. હવે પ્લેઓફનું ચિત્ર લગભગ સ્પષ્ટ છે. ત્યારે આ લીગમાં ઘણા ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત કર્યા છે. આ લિસ્ટમાં એવા ઘણા ખેલાડીઓ છે જે કદાચ તેમની છેલ્લી IPL સિઝન રમી રહ્યા છે. આ ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. આવા ખેલાડીઓની યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બેટ્સમેન દિનેશ કાર્તિક (Dinesh Kartik), ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) અને રાજસ્થાન રોયલ્સ (RR) ના ખેલાડી રવિ અશ્વિન (Ravi Ashwin) નો સમાવેશ થાય છે. તો ચાલો આ સિઝનમાં આ ખેલાડીઓના પ્રદર્શન પર એક નજર કરીએ.

મહેન્દ્ર સિંહ ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ આ સિઝનમાં 13 મેચમાં 206 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોનીનો સ્ટ્રાઈક રેટ 128.75 હતો. જ્યારે સરેરાશ 34.33 હતો. આ સિવાય ધોનીનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 50 રન છે. ધોનીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 20 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા છે.

દિનેશ કાર્તિક

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બેટ્સમેન દિનેશ કાર્તિક (Dinesh Kartik) માટે આ સિઝન શાનદાર રહી છે. દિનેશ કાર્તિકે આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચમાં 285 રન બનાવ્યા છે. આ દરમિયાન કાર્તિકની એવરેજ 57 રહી છે. જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 192.57 રહ્યો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

રિદ્ધીમાન સાહા

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ આ સિઝનમાં અત્યાર સુધીમાં 8 મેચમાં 281 રન બનાવ્યા છે. આ દરમિયાન આ વિકેટકીપર બેટ્સમેનની એવરેજ 40.14 રહી છે. તેણે ઘણી મેચોમાં તેની ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) ને શાનદાર શરૂઆત અપાવી છે. આ સાથે જ સાહાએ વિકેટકીપિંગનો પણ શાનદાર વ્યુ રજૂ કર્યો છે.

રવિ અશ્વિન

રાજસ્થાન રોયલ્સ (RR) ના ખેલાડી રવિ અશ્વિને (R. Ashwin) આ સિઝનમાં તેની ટીમ માટે બેટ અને બોલ બંનેથી યોગદાન આપ્યું છે. રવિ અશ્વિને આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચમાં 10 વિકેટ ઝડપી છે. આ દરમિયાન રવિ અશ્વિનની ઇકોનોમી 7.15 રહી છે. તો તેની સરેરાશ 37.20 ની રહી છે. આ સાથે તેણે બેટ્સમેન તરીકે એક મેચમાં અડધી સદી પણ ફટકારી છે.

Next Article