ભારતીય મહિલા ક્રિકેટરનું થયું મોત, મૃતદેહ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવ્યો

|

Jan 13, 2023 | 4:59 PM

ભારતીય મહિલા ક્રિકેટર રાજશ્રી છેલ્લા 3 દિવસથી ગુમ હતી. પોલીસ તેના છેલ્લા નેટવર્ક લોકેશનની મદદથી રાજશ્રીના મૃતદેહ સુધી પહોંચી હતી.

ભારતીય મહિલા ક્રિકેટરનું થયું મોત, મૃતદેહ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવ્યો
ભારતીય મહિલા ક્રિકેટરનું થયું મોત
Image Credit source: File photo

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટરના મોતથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ સમાચારથી બધા ચોંકી ગયા છે. ઓડિશાની મહિલા ક્રિકેટર રાજશ્રીનો મૃતદેહ ગુરુડીઝાટિયા જંગલમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. રાજશ્રીના પરિવારજનોએ ઓડિશા ક્રિકેટ એસોસિએશન અને મહિલા ટીમના કોચ પર આરોપ લગાવ્યો છે. 22 વર્ષની રાજશ્રી અચાનક ગાયબ થઈ ગઈ હતી અને હવે શુક્રવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ આત્મહત્યાનો મામલો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

પોલીસને અગાઉ પુરીની રહેવાસી રાજશ્રીનું સ્કૂટર અને હેલ્મેટ મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, જંગલની આસપાસ રાજશ્રીનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો. તેના છેલ્લા મોબાઈલ નેટવર્ક લોકેશન પરથી પોલીસ ત્યાં પહોંચી હતી. તે છેલ્લા 3 દિવસથી ગુમ હતી.

ફાઇનલમાં પ્રવેશ ન કરવાને કારણે તણાવ

અગાઉ એસોસિએશને ગુમ થવાનો કેસ નોંધ્યો હતો. ઓડિશા ટીવીના સમાચાર અનુસાર, રાજશ્રી 25 સભ્યોની ટીમનો ભાગ હતી જેણે ક્રિકેટ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો, પરંતુ ફાઈનલ ટીમમાં સ્થાન ન મેળવી શકવાને કારણે તે તણાવમાં હતી અને 11 જાન્યુઆરીથી જોવા મળી ન હતી.

 

એક ચેનલ સાથે વાત કરતા રાજશ્રીની માતાએ કહ્યું કે તેમની પુત્રી સિલેક્શન કેપ માટે કટક આવી હતી અને એક હોટલમાં રોકાઈ હતી. 10 દિવસના શિબિર પછી, તેની પુત્રી શ્રેષ્ઠ ખેલાડી હોવા છતાં તેને જાણી જોઈને ફાઈનલ ટીમમાંથી બહાર કરવામાં આવી હતી. ત્યારથી તેની પુત્રી તણાવમાં હતી અને તેણે તેની બહેનને પણ ફોન કર્યો હતો.

આયોજકોએ માહિતી આપી ન હતી

રાજશ્રીની માતાએ એસોસિયેશન પર આરોપ લગાવ્યો હતો કે, તેણે તેને તેની પુત્રીના ગુમ થવા અંગે અગાઉ જાણ કરી ન હતી. કેમ્પના આયોજકોએ તેમને જણાવ્યું પણ ન હતું. જ્યારે તેણે પોતે સંપર્ક કર્યો ત્યારે આયોજકોએ જણાવ્યું કે તેની પુત્રી ગુમ છે.

Published On - 4:29 pm, Fri, 13 January 23

Next Article