T20 World Cup : ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનની હાર સાથે ભારતીય ટીમ સેમીફાઈનલની રેસમાંથી થઈ બહાર

|

Oct 15, 2024 | 3:00 PM

ન્યુઝીલેન્ડે મહિલા T20 વર્લ્ડ કપ 2024માં તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાનને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આ વખતે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં માત્ર 2 મેચ જીતી શકી હતી.

T20 World Cup : ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનની હાર સાથે ભારતીય ટીમ સેમીફાઈનલની રેસમાંથી થઈ બહાર
India & Pakistan
Image Credit source: PTI

Follow us on

મહિલા T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાઈ હતી. સેમીફાઈનલની રેસને ધ્યાનમાં રાખીને ગ્રુપ Aની ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, જેમાં ટીમ ઈન્ડિયા પણ સામેલ હતી. પરંતુ આ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાનની સાથે ભારતીય ટીમ પણ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ સાથે ગ્રુપ Aમાંથી ઓસ્ટ્રેલિયા બાદ હવે ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.

ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું

બંને ટીમો વચ્ચે રમાનારી આ મેચ પર પણ ટીમ ઈન્ડિયાની નજર હતી. વાસ્તવમાં આ મેચમાં પાકિસ્તાનની જીત ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં લઈ જઈ શકી હોત. જો પાકિસ્તાન મોટા માર્જિનથી જીત્યું હોત તો તે પોતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શક્યું હોત. પરંતુ આ મેચમાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ન્યુઝીલેન્ડે 4 મેચમાં 3 જીત સાથે સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. બીજી તરફ પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ત્રીજા અને પાકિસ્તાન ચોથા ક્રમે છે.

ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર

આ વખતે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજ દરમિયાન 4માંથી માત્ર બે મેચ જીતી શકી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ 4 મેચમાંથી માત્ર 1 જ જીતી શકી હતી. તેણે શ્રીલંકાને હરાવ્યું, આ સિવાય અન્ય તમામ ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો. આ સાથે ટીમ ઈન્ડિયાનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું એક વખત ચકનાચૂર થઈ ગયું.

નસકોરા બંધ કરવાના ઘરેલુ ઉપચાર, જાણો અહીં
Chana : બાફેલા ચણા ખાવા કે શેકેલા ચણા, બે માંથી વધારે ફાયદાકારક કોણ છે?
આજનું રાશિફળ તારીખ : 15-10-2024
Rice For Skin Care : ચોખાનું પાણી સ્કીન માટે છે વરદાન, જાણો તેના ફાયદા
વાળને સફેદ થતા કેવી રીતે રોકવા ?
ગળામાં મીનાકારીનો હાર, કપાળ પર બિંદી, રાધિકા મર્ચન્ટ ગરબા નાઇટમાં રાણીની જેમ થઈ તૈયાર

111 ટાર્ગેટ ચેઝ ન કરી શક્યું પાકિસ્તાન

ન્યુઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં પાકિસ્તાને ઘણી સારી બોલિંગ કરી હતી. સ્પિનર ​​નસરા સંધુની આગેવાનીમાં સ્પિન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યુઝીલેન્ડને છ વિકેટે 110 રન સુધી રોકી દીધું. સંધુએ 18 રનમાં ત્રણ વિકેટ લીધી, જ્યારે ઓમાઈમા સોહેલને 1 સફળતા મળી. જોકે, બેટ્સમેન સંપૂર્ણ ફ્લોપ રહ્યા. પાકિસ્તાને તેની પ્રથમ 5 વિકેટ માત્ર 28 રનમાં ગુમાવી દીધી, જેના કારણે તે આ લક્ષ્યનો પીછો કરી શક્યું નહીં. પાકિસ્તાનની ટીમ 11.4 ઓવરમાં 56 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને આઉટ કરતા ગુસ્સે થયો ક્રિકેટર, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article