IPL 2022: હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માંથી પણ બહાર થઇ શકે છે, મુંબઇ આ ખેલાડીઓને જ કરશે રિટેન!

|

Oct 28, 2021 | 9:32 PM

મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને ઓક્શન પૂલમાં મોકલી શકે છે, જાણો કોણ હશે ટીમની પહેલી પસંદ?

IPL 2022: હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માંથી પણ બહાર થઇ શકે છે, મુંબઇ આ ખેલાડીઓને જ કરશે રિટેન!
Hardik Pandya-Nita Ambani

Follow us on

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) માં પોતાના દમ પર મેચ જીતવાની શક્તિ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians ) હાર્દિક પંડ્યાને બહાર ફેંકી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને IPL ઓક્શન પૂલમાં પરત મોકલી શકે છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે એવા ખેલાડીઓની યાદી બનાવી છે જેને તેઓ 2022ની સિઝનમાં રિટેન (ટીમમાં જાળવી રાખવા) કરશે.

IPL ની 14 મી સિઝનની ટીમ મુંબઇના ‘કોર’ ખેલાડીઓમાંથી હાર્દિક બહાર થઇ શકે છે. તે છેલ્લા કેટલાક સમયથી નિષ્ણાત બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. ખેલાડીઓની જાળવણી સંબંધિત એક વરિષ્ઠ IPL અધિકારીએ કહ્યું, મને લાગે છે કે BCCI પાસે રાઇટ ટૂ મેચ (RTM એટલે કે અન્ય ટીમની બોલી જેટલી જ રકમ પર ખેલાડીને ટીમમાં ઉમેરવાનો અધિકાર) ફોર્મ્યુલા. જો RTM ન હોય તો ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી શકાય છે. રોહિત શર્મા અને ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ તેમની પ્રથમ પસંદગી હશે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પંડ્યા નહીં, પોલાર્ડ મુંબઈની પહેલી પસંદ છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ કિયરોન પોલાર્ડને જાળવી રાખશે કારણ કે તેના કારણે જ આ ટીમને ઘણી મજબૂતી મળે છે. અહેવાલો અનુસાર, હાલના સંજોગોમાં હાર્દિકને ટીમમાં જાળવી રાખવાની શક્યતા 10 ટકાથી પણ ઓછી છે. હા, પંડ્યા T20 વર્લ્ડ કપની આગામી કેટલીક મેચોમાં દરેક કરતા વધુ સારું પ્રદર્શન કરી શકે છે, પરંતુ તેમ છતાં ટીમમાં તેના માટે તકો ઓછી છે. જો ચાર ખેલાડીઓને જાળવી રાખવામાં આવે અથવા એક આરટીએમ હોય, તો સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન તે સ્થાન માટે મોટા દાવેદાર હશે.

હાર્દિક અંગેનો આ નિર્ણય સંપૂર્ણપણે ક્રિકેટ પર આધારિત છે, કારણ કે તે હવે પહેલા જેવો ઓલરાઉન્ડર નથી રહ્યો. હાર્દિક પહેલા 130 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો હતો પરંતુ ઈજામાંથી પરત ફર્યા બાદ તે આવું કરી રહ્યો નથી.

 

2 નવી ટીમોને 3-3 ક્રિકેટરો પસંદ કરવાનો મોકો મળશે!

નવી ફ્રેન્ચાઇઝી ટીમોને હરાજી પહેલા ખેલાડીઓના પૂલમાંથી ત્રણ-ત્રણ ક્રિકેટરોને પસંદ કરવાની તક મળી શકે છે. તમામ ટીમોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવા માટે, BCCI બે નવી ફ્રેન્ચાઇઝીસ (લખનૌ અને અમદાવાદ) ને હરાજી પહેલા ઉપલબ્ધ પૂલમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓને પસંદ કરવાની તક આપવાનું વિચારી રહી છે.

તેમણે કહ્યું, આની પાછળનો તર્ક એ છે કે નવી ટીમોને ‘કોર’ તૈયાર કરવાની તક આપવી જોઈએ. દેખીતી રીતે, ખેલાડીઓની ફી તેમજ તે ચોક્કસ ખેલાડીને હરાજી પહેલા પસંદ કરવા માંગે છે કે કેમ. તે સહિતની પદ્ધતિઓ પર કામ કરવાની જરૂર છે. મોટાભાગની જૂની ટીમો પાસે રિટેન કરવાનો વિકલ્પ હશે, તેથી નવી ટીમોને આ તક મળી શકે છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: સુપર-12 માં ટોસ નો કમાલ, ટોસની હાર-જીત જાણે કે મેચ પહેલા નસીબ અને પરીણામ દર્શાવી દે છે !

આ પણ વાંચોઃ Dinesh Karthik: દિનેશ કાર્તિક જોડીયા બાળકોનો પિતા બન્યો, સ્કવોશ પ્લેયર દિપીકા પલ્લીકલ સાથે બાળકોની તસ્વીર શેર કરી, જાણો શુ રાખ્યુ નામ

 

 

Published On - 9:28 pm, Thu, 28 October 21

Next Article