MI vs DC IPL Match Result: મુંબઈ ઈન્ડિયન્સનો 5 વિકેટે વિજય, દિલ્હી કેપિટલ્સ હાર સાથે બહાર, RCB ની ચોથા સ્થાને એંટ્રી

MI vs DC IPL Match Result: મુંબઈ ઈન્ડિયન્સનો 5 વિકેટે વિજય, દિલ્હી કેપિટલ્સ હાર સાથે બહાર, RCB ની ચોથા સ્થાને એંટ્રી

Mumbai Indians vs Delhi Capitals IPL Match Result: મુંબઈનો 5 વિકેટે વિજય થયો હતો

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

May 21, 2022 | 11:56 PM

IPL 2022 ની 69મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (Mumbai Indians vs Delhi Capitals) વચ્ચે રમાઈ હતી. મુંબઈએ 5 વિકેટે જીત મેળવવા સાથે જાણે કે બેંગ્લોરનો પણ વિજય થયો હોય એમ RCB ની છાવણી પણ ખુશીથી ઝૂમી ઉઠી હતી. ટોસ જીતીને રોહિત શર્મા (Rohit Sharma) એ રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 7 વિકેટ ગુમાવીને 159 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં મુંબઈએ લક્ષ્યનો પિછો શરુ કર્યો હતો. રોહિત શર્માએ ફરી એકવાર નિરાશ કર્યા હતા. તે 2 રનની નાનકડી ઈનીંગ રમીને આઉટ થયો હતો. ઈશાન કિશન (Ishan Kishan), ડેવાલ્ડ બ્રેવિસ અને ટિમ ડેવિડે સારી રમત રમી હતી. દિલ્હીની ટીમ મુંબઈ સામે હાર સાથે જ પ્લેઓફનો મોકો પણ ગુમાવી ચુકી છે, એટલે કે બહાર થઈ ચુકી છે. જ્યારે આ પરીણામ સાથે જ હવે બેંગ્લોરની ટીમ પ્લેઓફની ચોથી ટીમ તરીકે એંટ્રી મારી શકી છે.

ઋષભ પંતની બે મોટી ભૂલો

મેચમાં એવા બે પ્રસંગો આવ્યા જ્યારે દિલ્હીની પકડ મજબૂત હતી, પરંતુ બંને વખતના સુકાની ઋષભ પંતે એવી ભૂલો કરી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રથમ ઘટના 12મી ઓવરમાં બની હતી. આ ઓવરમાં કુલદીપ યાદવે ઈશાન કિશનની વિકેટ લીધી હતી અને પછી ડેવાલ્ડ બ્રેવિસે પાંચમા બોલ પર સ્લોગ સ્વીપ રમ્યો હતો, પરંતુ બોલ વિકેટની સામે જ હવામાં ઉંચો થઈ ગયો હતો. પંત પાસે આસાન કેચ લેવાની તક હતી, પરંતુ તેણે આ ખૂબ જ સામાન્ય તક પણ ગુમાવી દીધી. બ્રેવિસ લાંબો સમય ટકી શક્યો નહીં, પરંતુ આઉટ થતાં પહેલાં તેણે સિક્સર ફટકારી.

સંજોગવશાત, જ્યારે બ્રેવિસ આઉટ થયો, તે જ સમયે પંતે બીજી ભૂલ કરી. શાર્દુલ ઠાકુરના આઉટ થયા બાદ ટિમ ડેવિડ ક્રિઝ પર આવ્યો અને પ્રથમ બોલ પર તેની સામે કેચ પકડવાની અપીલ કરી, પરંતુ અમ્પાયરે આઉટ ન આપ્યો અને પંતે પણ રિવ્યુ લીધો ન હતો. પછી રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટને સ્પર્શીને પસાર થઈ ગયો હતો.

બુમરાહે દિલ્હીની હાલત મુશ્કેલ કરી દીધી હતી

દિલ્હીને આ મેચમાં મોટો સ્કોર જોઈતો હતો, જેના માટે તેને ઝડપી શરૂઆતની જરૂર હતી, પરંતુ તે શક્ય બન્યું નહીં. પાવરપ્લેમાં જ જસપ્રીત બુમરાહે બે વિકેટ લઈને દિલ્હીની હાલત પાતળી કરી નાખી હતી. ટાઈફોઈડથી સ્વસ્થ થઈને વાપસી કરી રહેલા ઓપનર પૃથ્વી શૉએ શરૂઆતમાં કેટલાક સારા શોટ્સ લીધા હતા, પરંતુ બીજી બાજુથી વિકેટો પડી રહી હતી. ડેનિયલ સેમ્સે ત્રીજી ઓવરમાં ડેવિડ વોર્નરને આઉટ કરીને મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. બીજી જ ઓવરમાં બુમરાહે મિશેલ માર્શને રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી, છઠ્ઠી ઓવરમાં, તેણે એક ચપળ બાઉન્સર પર શૉને વિકેટકીપર ઈશાન કિશનના હાથે કેચ કરાવ્યો અને માત્ર 31 રનમાં 3 વિકેટ પડી ગઈ.

પોવેલે ટીમની પરિસ્થિતી સંભાળી

અહીંથી સુકાની ઋષભ પંતે પહેલવાનની ભૂમિકા ભજવી હતી અને રોવમેન પોવેલ સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. પોવેલે 12મી ઓવરમાં હ્રિતિક શોકીનને બે સિક્સર અને એક ફોર ફટકારીને 20 રન લીધા હતા. પછીની ઓવરમાં તેણે મયંકને સિક્સર ફટકારી. દરમિયાન, રિલે મેરેડિથે આવી સ્થિતિમાં આર્થિક ઓવર નાખીને માત્ર બે રન આપ્યા હતા. બંનેએ 44 બોલમાં 75 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. દિલ્હીને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. પોવેલે 34 બોલમાં 43 અને કેપ્ટન ઋષભ પંતે 33 બોલમાં 39 રન ફટકારીને ટીમને 159 રન સુધી પહોંચાડી હતી. મુંબઈ માટે બુમરાહે ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati