Mumbai Indians : IPL 2022 માં આ ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સને નિરાશ કર્યા હતા

|

May 23, 2022 | 9:32 AM

IPL 2022 : આ સિઝનમાં રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમ માત્ર 4 મેચ જીતી શકી હતી. જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે 10માં નંબરે છે.

Mumbai Indians : IPL 2022 માં આ ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સને નિરાશ કર્યા હતા
Mumbai Indians (File Photo)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું. આ સિઝનમાં રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમ માત્ર 4 મેચ જીતી શકી હતી. જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે 10માં નંબરે છે. આ સિઝનમાં કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. આજે આપણે એ ખેલાડીઓના પ્રદર્શન પર નજર નાખીશું જેમણે પોતાના ખરાબ પ્રદર્શનથી પાંચ વખતની ચેમ્પિયન ટીમને નિરાશ કરી હતી. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે.

કેરોન પોલાર્ડ
કિરોન પોલાર્ડ (Kieron Pollard) 2010થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો છે. પોલાર્ડે આ સમયગાળા દરમિયાન ઘણી શાનદાર ઈનિંગ્સ રમી અને મુંબઈ ઈન્ડિયન્સને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યું. T20 ના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાંથી એક છે. પરંતુ આ વર્ષ આ ઓલરાઉન્ડર માટે નિરાશાજનક રહ્યું. આ કેરેબિયન ઓલરાઉન્ડર આ સિઝનમાં બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહ્યો હતો. પોલાર્ડ આ સિઝનમાં 11 મેચમાં માત્ર 144 રન જ બનાવી શક્યો હતો. આ દરમિયાન તેની એવરેજ 14.40 ની હતી. બોલિંગમાં પણ પોલાર્ડ કંઈ ખાસ કરી શક્યો ન હતો. આ સિઝનમાં તેણે 4 વિકેટ લીધી હતી. જ્યારે ઈકોનોમી 8.93 હતી.

ટાઇમલ મિલ્સ
મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટાઈમલ મિલ્સ (Tymal Mills) ને મેગા ઓક્શનમાં રૂ. 1.5 કરોડની કિંમતે ખરીદ્યો હતો. પરંતુ મિલ્સની કામગીરી નિરાશાજનક રહી હતી. તે આ સિઝનમાં 5 મેચમાં 6 વિકેટ જ લેવામાં સફળ રહ્યો હતો. તેની ઇકોનોની પણ પ્રતિ ઓવર 11 રનથી વધુ હતું. ત્યાર બાદ મિલ્સને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી ન હતી. 4 વર્ષ પછી આ લીગમાં રમી રહેલી મિલ્સ પગની ઘૂંટીની ઈજાને કારણે આખી સિઝન રમી શક્યો ન હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોહિત શર્મા
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સુકાની રહેલા રોહિત શર્મા (Rohit Sharma) આ સિઝનમાં પોતાના પ્રદર્શનથી ઘણો નિરાશ હતો. હકીકતમાં કેપ્ટનશિપની સાથે સાથે રોહિત શર્મા બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા માટે આ સિઝન અત્યાર સુધીની સૌથી ખરાબ હતી. રોહિત શર્મા આ સિઝનમાં 14 મેચમાં માત્ર 268 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન શર્માનો સ્ટ્રાઈક રેટ 120.18 હતો. જ્યારે સરેરાશ 19.14 ની હતી. તો આ સિઝનમાં રોહિત શર્માનો સર્વશ્રેષ્ઠ સ્કોર 48 રન હતો.

Next Article