MS ધોનીએ સાથી ખેલાડીને આપી સજા, IPL 2024માં બોલિંગ નહીં કરાવે!

|

Feb 01, 2024 | 8:43 AM

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની છેલ્લી IPL સિઝન માટે તૈયાર છે. વર્ષ 2024માં, એમએસ ધોનીએ તેના એક ખેલાડીને સજા આપવાનો પણ નિર્ણય લીધો છે, જેણે છેલ્લી સિઝનમાં ખરાબ ફિલ્ડિંગ કરી હતી. હવે સજા એવી છે કે આ ખેલાડી તેને પૂરી કરી શકશે કે નહીં એ સવાલ છે. કારણકે આ સજામાં તેનું મોટું નુકસાન થઈ શકે છે અને કદાચ તેને IPL 2024માં રમવાની તક પણ ના મળે.

MS ધોનીએ સાથી ખેલાડીને આપી સજા, IPL 2024માં બોલિંગ નહીં કરાવે!
MS Dhoni & Maheesh Theekshana

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ સિવાય હવે ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની પણ રાહ જોઈ રહ્યા છે. IPL હવે માત્ર બે મહિના દૂર છે અને ઘણી ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPLમાંથી અનેક પ્રકારની વાર્તાઓ બહાર આવે છે, આવી જ એક વાર્તા શ્રીલંકાના ક્રિકેટર મહેશ તિક્ષાનાએ સંભળાવી છે, કે કેવી રીતે એમએસ ધોનીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે આ વર્ષે IPLમાં બોલિંગ નહીં કરે.

મહિષ તિક્ષાનાએ ધોની સાથેનો કિસ્સો જણાવ્યો

આઈપીએલ 2023 ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી હતી અને આઈપીએલ 2024 મહેન્દ્ર સિંહ ધોની માટે ખાસ છે, કારણ કે આ તેની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. મહિષ તિક્ષાનાએ એમએસ ધોની સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો હતો. તેણે કહ્યું કે જ્યારે અમે છેલ્લી આઈપીએલ ફાઈનલ બાદ પાછા આવી રહ્યા હતા ત્યારે ટીમની એક પાર્ટી હતી. પાર્ટી બાદ જ્યારે અમે ત્યાંથી હોટલ જવા રવાના થયા તે પહેલા હું એમએસને બાય કહેવા ગયો ત્યારે ધોનીએ મને કઈંક કહ્યું.

કેચ છોડવા બદલ સજા થશે

મહિષે કહ્યું કે પછી એમએસ ધોનીએ મને ગળે લગાવ્યો અને કહ્યું કે આગલી વખતે તને બોલિંગ નહીં મળે. તમે ફક્ત બેટિંગ અને ફિલ્ડિંગ કરશો. વાસ્તવમાં, ગયા વર્ષે હું ફિલ્ડિંગમાં સારો નહોતો અને 4-5 કેચ છોડ્યા હતા, તેથી જ એમએસ ધોનીએ આ કહ્યું હતું. જોકે, એમએસ ધોનીએ મારામાં ઘણો વિશ્વાસ દર્શાવ્યો છે, તેણે મને છોડ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 15-04-2025
Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો
અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે દમદાર પ્રદર્શન

તમને જણાવી દઈએ કે શ્રીલંકાના મહિષ તિક્ષાનાએ ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 11 વિકેટ લીધી હતી અને ટીમમાં શાનદાર યોગદાન આપ્યું હતું. તેણે છેલ્લી બે સિઝનમાં ચેન્નાઈ માટે 23 વિકેટ લીધી છે, જેના કારણે એમએસ ધોનીને તેના પર વિશ્વાસ છે અને હવે જ્યારે માહીની છેલ્લી આઈપીએલનો વારો છે ત્યારે તેની પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે.

આ પણ વાંચો : વિશ્વની સૌથી સુંદર મહિલા એલિસ પેરી બની વનડે-ટી20 પ્લેયર ઓફ ધ યર, જાણો કોને ક્યો એવોર્ડ મળ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article