AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni એ દિવ્યાંગ ચાહકના આંસુ લુછ્યા: માહીને મળીને ઇમોશનલ થઇ ચાહક, કેપ્ટન કુલે આપ્યો ગુરુ મંત્ર

MS Dhoni with his Fan Girl : રાંચી એરપોર્ટ (Ranchi Airport) પર ધોનીએ દિવ્યાંગ ફેન (Divyang Fan) સાથે સમય વિતાવ્યો હતો. દિવ્યાંક ચાહકે તેને પોતાના જીવનનો ખૂબ જ અમુલ્ય સમય ગણાવ્યો હતો.

MS Dhoni એ દિવ્યાંગ ચાહકના આંસુ લુછ્યા: માહીને મળીને ઇમોશનલ થઇ ચાહક, કેપ્ટન કુલે આપ્યો ગુરુ મંત્ર
MS Dhoni with fan girl (PC: Instagram, Lavanya)
| Updated on: Jun 04, 2022 | 2:01 PM
Share

IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. પરંતુ ચેન્નઇ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) સતત ચર્ચામાં છે. રાંચી એરપોર્ટ (Ranchi Airport) પર ધોનીએ દિવ્યાંગ ફેન (Divyang Fan) સાથે સમય વિતાવ્યો હતો અને તેને જીવનની ખૂબ જ ખાસ ક્ષણ આપી હતી. ફેન ગર્લ લાવણ્યાએ તેના સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી અને જણાવ્યું કે જ્યારે તે ધોની સાથે મળીને ઘણી ભાવુક થઈ ગઈ હતી. આ સમયે ધોનીએ પોતે જ તેના આંસુ લૂછ્યા અને કહ્યું કે ક્યારેય રડશો નહીં.

ધોની ઘણો સ્વીટ છે, તેમને મળવું જીવનનો સૌથી શાનદાર અનુભવઃ દિવ્યાંગ ચાહક લાવણ્યા

લાવણ્યાની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર તે 31 મેના રોજ રાંચી એરપોર્ટ પર ધોનીને મળી હતી. આ દરમિયાન તેણે ધોનીને પોતાનો સ્કેચ પણ ગિફ્ટ કર્યો હતો. લાવણ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, “હું ધોની સાથેની મારી મુલાકાતને શબ્દોમાં વર્ણવી શકતી નથી. તે ખૂબ જ દયાળુ અને મીઠો છે. જે રીતે તેણે મારા નામનો સ્પેલિંગ પૂછ્યો અને મારી સાથે હાથ મિલાવ્યો. આ મારા જીવનનો શ્રેષ્ઠ અનુભવ હતો.” ધોનીને મળ્યા બાદ જ્યારે લાવણ્યા ભાવુક થઈ ગઈ ત્યારે ધોનીએ તેના આંસુ લૂછીને કહ્યું કે ક્યારેય રડશો નહીં.

સ્કેચ જોઇને ધોની બોલ્યોઃ આને હું લઇ જઇશ

લાવણ્યાએ મીટિંગ દરમિયાન ધોનીને જાતે બનાવેલો સ્કેચ પણ ગિફ્ટ કર્યો હતો. લાવણ્યાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, ધોનીએ મને સ્કેચ માટે આભાર કહ્યું અને કહ્યું કે હું લઈશ. લાવણ્યાના કહેવા પ્રમાણે, તેને આ શબ્દો હંમેશા યાદ રહેશે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કેપ્શનમાં લાવણ્યાએ લખ્યું કે, 31મી મે 2022 તેના માટે હંમેશા ખાસ રહેશે.

IPL ની આવતી સિઝનમાં પણ ધોની મેદાન પર જોવા મળશે

ચાહકોમાં ધોનીની લોકપ્રિયતા તેને રમતથી અલગ થવા દેતી નથી. IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરનાર ધોની માટે આ સિઝન બેટથી ખાસ રહી ન હતી અને તે 14 મેચમાં 232 રન બનાવી શક્યો હતો. CSK પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે ધોનીએ સ્પષ્ટ કર્યું છે કે તે ચેન્નાઈના મેદાન પર તેની છેલ્લી મેચ રમવા માંગે છે. તેથી તે આવતા વર્ષે પણ આઈપીએલમાં જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">