
એશિયા કપ 2025નો ખિતાબ ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી જીત્યો હતો. હવે ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ પીસીબી ચીફ મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન નકવીએ નાપાક હરકત કરી એશિયા કપની ટ્રોફી પોતાની સાથે લઈ ગયો હતો. હવે નકવીએ માફી માંગી છે. આનાથી ટ્રોફી ભારત આવવાની સંભાવના વધી ગઈ છે.
પીસીબી ચીફ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવીના હોશ ઉડી ગયા છે કારણ કે, એવી ચર્ચા છે કે, તેમણે ભારત પાસેથી માફી માંગી લીધી છે. તેની આ માફી એશિયા કપ 2025ની ટ્રોફીના વિવાદને લઈ છે. એું માનવામાં આવી રહ્યું છે કે, તેમને ભાન આવી ગઈ છે કે, ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચમાં જે થયું તે ખોટું હતુ. તેમણે આવું કરવું જોઈતું ન હતુ. ટુંકમાં તેમણે માફી માંગી લીધી છે.
એશિયા કપ 2025ની ટ્રોફીને લઈ મચેલી બબાલ વચ્ચે 30 સપ્ટેમ્બરના રોજ ACCની બેઠક થઈ હતી. આ બેઠકમાં બીસીસીઆઈ તરફથી ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને વધુ એક પ્રતિનિધિ આશીષ શેલારે ભાગ લીધો હતો. આ બેઠકમાં ટ્રોફી વિવાદ ચર્ચામાં રહ્યો હતો. આ વચ્ચે ACC ચીફ મોહસીન નકવી પર સવાલો ઉઠતા આશિષ શેલારે પુછ્યું કે, શું તમે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ જીત માટે નેપાળને શુભકામના પાઠવી હતી પરંતુ ભારતને એશિયા કપ જીતવા પર કેમ ન આપી ?
ACCની બેઠકમાં આશીષ શેલારે ઉઠાવેલા સવાલ બાદ દબાવ વધી ગયો. જેની આગળ મોહસીન નકવીને ઝુકવા પર મજબુર થવું પડ્યું હતુ મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે BCCI અધિકારીઓને ટ્રોફી પરત કરવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે PCB વડાએ કહ્યું કે, તેઓ તેને પરત કરશે, પરંતુ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેને લેવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ ઓફિસમાં આવવું પડશે.
મોહસીન નકવીના આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે, એશિયા કપ 2025 ટ્રોફી વિવાદ હવે નવેમ્બરમાં થનારી ICC મીટિંગમાં ઉઠાવવામાં આવશે. BCCI આ બાબતે ICC સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે.
Published On - 1:13 pm, Wed, 1 October 25