T20 World Cup: મોહમ્મદ નબીએ એવા સમયે એવી વાત કહી દીધી કે, સાંભળીને તમે હસવુ ના રોકી શકો, જુઓ Video

|

Oct 27, 2021 | 9:34 AM

આ વર્લ્ડ કપ પહેલા જ મોહમ્મદ નબી (Mohammed Nabi) ને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Afghanistan Cricket Team) નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

T20 World Cup: મોહમ્મદ નબીએ એવા સમયે એવી વાત કહી દીધી કે, સાંભળીને તમે હસવુ ના રોકી શકો, જુઓ Video
Mohammed Nabi-Kyle Coetzer

Follow us on

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની ગણતરી T20ની શ્રેષ્ઠ ટીમોમાં થાય છે. હાલમાં આ ટીમે UAE અને ઓમાનમાં રમાઈ રહેલા ICC T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup) માં પણ સારો દેખાવ કર્યો છે અને સુપર-12માં સ્કોટલેન્ડ સામે જોરદાર જીત નોંધાવી છે. પરંતુ આ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાન ટીમ (Afghanistan Cricket Team) ના કેપ્ટન મોહમ્મદ નબીએ એવી વાત કહી કે જો કોઈ તેની વાત સાંભળે તો હસવું રોકવું મુશ્કેલ થઈ જાય. મેચ બાદ અને પ્રેસ કોન્ફરન્સ શરૂ થાય તે પહેલા જ નબી (Mohammed Nabi) મીડિયા રૂમમાં પ્રવેશ્યો કે તરત જ તેણે કંઈક એવું કહ્યું કે હસવું અનિવાર્ય છે.

નબીએ મીડિયા સ્થળમાં પ્રવેશતાની સાથે જ પ્રેસ કોન્ફરન્સ વિશે કહ્યું, આ સૌથી મુશ્કેલ બાબત છે. આ પછી, નબીએ ત્યાં હાજર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરનાર વ્યક્તિને પૂછ્યું, ‘કેટલા પ્રશ્નો છે?’ આ બંને નિવેદનો પછી, નબીએ સૌથી હાસ્યજનક વાત કહી. નબીએ હસીને કહ્યું, “મારું ઇંગ્લીશ પાંચ મિનિટમાં ખતમ થઈ જશે, ભાઈ.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વર્લ્ડ કપ પહેલા મળી કેપ્ટનશીપ

નબી તેની કારકિર્દીમાં પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તે ભૂતકાળમાં પણ કેપ્ટન રહી ચૂક્યો છે. પરંતુ તેને આઈસીસી ટૂર્નામેન્ટમાં સુકાની બનવાની તક મળી નથી. જ્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વર્લ્ડકપ માટે ટીમની પસંદગી કરી ત્યારે કેપ્ટનશીપની જવાબદારી રાશિદ ખાનના ખભા પર હતી. પરંતુ રાશિદે એ કહીને કેપ્ટનશીપ છોડી દીધી કે, જો કેપ્ટન રહીને તેને ટીમ સિલેક્શનમાં સામેલ કરવામાં ન આવે તો તેને આ પદ પર રહેવાનો કોઈ મતલબ નથી. તેના બાદ નબીને કેપ્ટન પદ સોંપવામાં આવ્યુ હતુ.

સ્કોટલેન્ડ સામે આવું પ્રદર્શન રહ્યું હતું

અફઘાનિસ્તાને 25 ઓક્ટોબરે સ્કોટલેન્ડ સામે રમાયેલી મેચમાં મોટા અંતરથી જીત મેળવી હતી. તેઓએ સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું. અફઘાનિસ્તાને આ મેચમાં ચાર વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરીને ટી20માં આ તેમનો સર્વોચ્ચ સ્કોર છે. તેના માટે હઝરતુલ્લા જાઝાઈએ 34 બોલમાં 59 રન બનાવ્યા હતા.

રહેમાનુલ્લા ગુરબાઝે 37 બોલમાં 46 રન બનાવ્યા હતા. નજીબુલ્લા ઝદરાને સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. ઝદરને 34 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી શાનદાર ઇનિંગ રમી હતી. આ વિશાળ સ્કોર સામે સ્કોટલેન્ડની ટીમ માત્ર 60 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાને ચાર ઓવરમાં 20 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને ચાર વિકેટ લીધી હતી. નવીન ઉલ હકને એક સફળતા મળી.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાનના આછકલા ચાહકોમાં અભિમાન છલકાવા લાગ્યુ, ન્યુઝીલેન્ડની ટીમને ‘Security-Security’ કહી ચિડવતા રહ્યા, જુઓ Video

આ પણ વાંચોઃ IPL: સંજીવ ગોએન્કાએ લખનૌની ટીમ ખરિદવાને લઇને હવે સૌરવ ગાંગુલી પર સવાલો ઉઠવા લાગ્યો, જાણો શુ છે વિવાદ

 

Published On - 9:28 am, Wed, 27 October 21

Next Article