ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે એક જુલાઈથી પાંચ જુલાઈ દરમિયાન એજબેસ્ટનમાં પાંચમી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચ ઈંગ્લેન્ડે જીતી અને આ સાથે ઈંગ્લેન્ડે ભારતનું સપનું તોડી નાખ્યું. ભારતે ગયા વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચાર મેચ રમી હતી, જેમાં 2-1થી આગળ હતી. પાંચમી મેચ કોવિડને કારણે થઈ શકી ન હતી અને આ વર્ષે રમાય હતી. ઈંગ્લેન્ડે આ મેચ જીતીને ભારતનું (Indian Cricket Team) સિરીઝ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. ઈંગ્લેન્ડની આ જીતના હિરો પૂર્વ કેપ્ટન જો રૂટ અને જોની બેયરસ્ટો હતા. બંનેએ આ મેચમાં સદી ફટકારી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે માન્ચેસ્ટરમાં ત્રીજી અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે અને આ મેચમાં મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) એજબેસ્ટનનો બદલો પૂરો કર્યો છે.
ત્રણ મેચની વન-ડે સિરીઝની નિર્ણાયક મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો અને બોલિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ તે તેના પ્રમુખ બોલર જસપ્રિત બુમરાહ વિના. બુમરાહ પીઠની સમસ્યાને કારણે આ મેચમાં રમી રહ્યો નથી અને તેથી સિરાજને તક મળી છે. સિરાજે પોતાની પહેલી જ ઓવરમાં જ કમાલ કરી બતાવી હતી.
મેચની પહેલી ઓવર મોહમ્મદ શમીએ ફેંકી અને બીજી ઓવર સિરાજે ફેંકી હતી. આ ઓવરના ત્રીજા બોલ પર સિરાજે પહેલા બેયરસ્ટોને પેવેલિયન મોકલ્યો. બેયરસ્ટોનો કેચ શ્રેયસ અય્યરે કર્યો હતો. બેયરસ્ટો ખાતું પણ ખોલી શક્યો ન હતો. આ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રૂટને સિરાજે બીજી ઓવરના છેલ્લા બોલ પર આઉટ કરીને એજબેસ્ટનનો બદલો પૂરો કર્યો.
That’s a double wicket maiden over from @mdsirajofficial 💥💥
Bairstow and Root depart for a duck.
Live – https://t.co/radUqNrOn1 #ENGvIND pic.twitter.com/E4QDMgvKZa
— BCCI (@BCCI) July 17, 2022
એજબેસ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બેયરસ્ટો અને રૂટે ભારતીય બોલિંગમાં જોરદાર રન ફટકાર્યા હતા. તે મેચમાં સિરાજ પણ રમ્યો હતો અને બંનેએ સિરાજની ઓવરમાં ખૂબ જ રન ફટકાર્યા હતા. સિરાજે એ મેચનો બદલો આજે એક જ ઓવરમાં લઈ લીધો અને ઈંગ્લેન્ડને બેક ફૂટ પર ધકેલી દીધું. આ મેચમાં શૂન્ય પર આઉટ થયેલા આ બંને બેટ્સમેનોએ તે મેચમાં સદી ફટકારી હતી. બેયરસ્ટોએ અણનમ 114 રન બનાવ્યા હતા જ્યારે રૂટે અણનમ 142 રન ફટકારીને ઈંગ્લેન્ડને જીત અપાવી હતી.