
હોન્ગ કોન્ગ સિક્સેસમાં પાકિસ્તાને ટ્રોફી પોતાને નામ કરી છે. ફાઈનલમાં પાકિસ્તાનનો સામનો કુવૈત સામે હતો. પાકિસ્તાને કુવૈતને 43 રનથી હરાવ્યું છે અન હોન્ગ કોન્ગ સિક્સેસનું ટ્રાઈટલ પોતાને નામ કર્યું છે. પાકિસ્તાનથી વધારે કોઈ પણ ટીમ આ ટ્રોફી જીતી શકી નથી. ટૂર્નામેન્ટની જીત બાદ પાકિસ્તાનના ખેલાડીએ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જેમ સેલિબ્રેશન કર્યું હતુ. પાકિસ્તાની ક્રિકેટરનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર મુહમ્મદ શહઝાદે સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનો ટ્રોફીના ફોટોની કોપી કરી એક ફોટો પોસ્ટ કર્યો. પાકિસ્તાન સામેની જીત પછી દિનેશ કાર્તિકે પણ એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેમાં તેમની પહેલી જીત પર ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. દિનેશ કાર્તિકની પોસ્ટનો જવાબ આપતા, શહઝાદે લખ્યું, “હોંગકોંગ સિક્સેસનો અંત શાનદાર રહ્યો. હંમેશની જેમ.”
તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાનના સંબંધો સારા નથી અને એશિયા કપમાં બંન્ને ટીમોએ હાથ મેળવ્યા ન હતા. આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સતત સંધર્ષ કરતી જોવા મળી રહી છે. ત્યારે હવે એક ગલી ક્રિકેટ જેવી સામાન્ય ટૂર્નામેન્ટ જીત્યા બાદ તેમણે ભારતીય ક્રિકેટના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાની નકલ કરી છે.પાકિસ્તાનના આ ખેલાડીની પોસ્ટ પર લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે કે, ભાઈ ભગવાનથી તો ડરો. તો કોઈએ કહ્યું હાર્દિક પંડ્યાની કોપી કરવાની ભૂલ ન કરો.”શરમ કરો. તમે બધા એક્ટિવ ખેલાડીઓ કોમેન્ટેટર્સ અને કોચની ટીમ સામે હારી ગયા છો.”
ભારતે 2024 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ આ રીતે ઉજવણી કરી હતી. તેણે પણ આ જ સ્ટાઈલમાં ઉજવણી કરી હતી અને ભારતે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અને તાજેતરના એશિયા કપ જીત્યા બાદ એક ફોટો શેર કર્યો હતો.