PM Modi એ મિતાલી રાજને નિવૃત્તીને લઈ પાઠવેલ શુભેચ્છા પત્રએ જીતી લીધુ સૌનુ દીલ, સ્ટાર બોલ્યા-એક આદર્શ વ્યક્તિત્વનુ શાનદાર સન્માન

|

Jul 02, 2022 | 10:44 PM

મિતાલી રાજે (Mithali Raj) ગયા મહિને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથેની તેની 23 વર્ષની લાંબી કારકિર્દી પર પડદો પડતો મૂક્યો હતો, જેણે દેશભરના ચાહકોને ભાવુક બનાવી દીધા હતા.

PM Modi એ મિતાલી રાજને નિવૃત્તીને લઈ પાઠવેલ શુભેચ્છા પત્રએ જીતી લીધુ સૌનુ દીલ, સ્ટાર બોલ્યા-એક આદર્શ વ્યક્તિત્વનુ શાનદાર સન્માન
Mithali Raj એ PM Modi નો પત્ર મળતા આભાર માન્યો હતો

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ માં મિતાલી રાજ (Mithali Raj) યુગનો અંત આવી ગયો છે. ટીમ ઈન્ડિયાની પૂર્વ કેપ્ટન અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સૌથી મોટું નામ મિતાલીએ ગયા મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. મિતાલીની આ જાહેરાતથી દરેક વ્યક્તિ ભાવુક થઈ ગઈ હતી અને તેણીને ખૂબ અભિનંદન મળ્યા હતા. હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પણ મિતાલીને તેની શાનદાર કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને એક ખાસ પત્ર લખીને મિતાલીને શુભેચ્છા પાઠવી, જેનાથી મિતાલી પણ અભિભૂત રહી ગઈ. મિતાલીએ પણ પીએમના આ પત્રનો જવાબ આપ્યો અને પ્રોત્સાહન માટે તેમનો આભાર માન્યો. વડા પ્રધાને મિતાલીને લખેલા પત્રમાં જે રીતે પ્રોત્સાહિત કર્યા છે તેનાથી દરેક લોકો પ્રભાવિત છે, તેથી મોટા સ્ટાર્સે આ પગલા માટે પીએમનો આભાર માનીને તેમની પ્રશંસા કરી છે.

PM એ મિતાલી રાજની પ્રશંસા કરી

મિતાલી રાજે ગયા મહિને નિવૃત્તિ લીધી હતી, ત્યારબાદ પીએમ મોદીએ પૂર્વ ભારતીય કેપ્ટનને એક ખાસ પત્ર લખ્યો હતો. મોદીએ ભારતીય ક્રિકેટમાં મિતાલીના યોગદાન માટે તેના વખાણ કર્યા અને ભવિષ્ય માટે તેને શુભેચ્છા પાઠવી. પીએમે લખ્યું, “તમારા કરિયરને જોવાનો એક રસ્તો નંબરો દ્વારા છે. તમારી લાંબી રમતની કારકિર્દી દરમિયાન, એવા ઘણા રેકોર્ડ છે જે તમે તોડ્યા છે અને ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ સિદ્ધિઓ તમારી ક્ષમતાઓ વિશે વાત કરે છે, જેમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોચના રન સ્કોરર હોવાનો સમાવેશ થાય છે. પરંતુ તે જ સમયે તમારી સફળતા આંકડા અને રેકોર્ડથી આગળ વધે છે. તમે એવા ટ્રેન્ડ સેટિંગ એથ્લેટ છો જેમણે ઘણા રેકોર્ડ તોડ્યા છે અને તમે અન્ય લોકો માટે પ્રેરણાના અદ્ભુત સ્ત્રોત છો.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિતાલી રાજે PM Modi નો આભાર માન્યો

મિતાલીએ PMનો આ પત્ર શનિવારે 2 જુલાઈએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કર્યો અને પ્રોત્સાહક શબ્દો માટે વડા પ્રધાનનો આભાર માન્યો. મિતાલીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તે આ પત્રને હંમેશ માટે યાદ રાખશે. મિતાલીએ લખ્યું કે, “હું હંમેશા આની પ્રશંસા કરીશ. હું મારી આગામી ઇનિંગ્સ માટે ખૂબ જ ઉત્સાહિત છું અને ભારતીય રમતગમતના વિકાસમાં યોગદાન આપવા માટે આપણા માનનીય વડાપ્રધાનની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે સખત મહેનત કરીશ.”

 

PM ના પત્રથી પ્રભાવિત બોલિવૂડ સ્ટાર્સ

પીએમ મોદીએ દિગ્ગજ ભારતીય ક્રિકેટરને લખેલા આ પત્રે બધાને પ્રભાવિત કર્યા હતા અને તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા બદલ મોદીની પ્રશંસા કરી હતી. બોલિવૂડના ઘણા દિગ્ગજ સ્ટાર્સે પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. અનિલ કપૂરે લખ્યું, “એક પ્રેરણાત્મક વ્યક્તિત્વને સંપૂર્ણ સન્માન.”

 

સ્ટાર એક્ટર આર માધવને, જે ટૂંક સમયમાં રોકેટ્રી સાથે પ્રેક્ષકોમાં પ્રવેશ કરી રહ્યા છે, તેમણે વડા પ્રધાનના પ્રોત્સાહક શબ્દોને અસાધારણ ગણાવ્યા.

 

જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ તેની પ્રતિક્રિયા વ્યક્ત કરી અને તેને ખૂબ જ સન્માનની વાત ગણાવી. તેમણે ટ્વીટ કર્યું,

 

 

અનુપમ ખેરે લખ્યું, ‘જય હો’

 

 

બીસીસીઆઈના ખજાનચી અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર ના ભાઈ અરુણ સિંહ ધૂમલે પણ મિતાલીને તેની શાનદાર કારકિર્દી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ખેલાડીઓને સમર્થન આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

 

 

Published On - 10:32 pm, Sat, 2 July 22

Next Article