Mithali Raj એ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરી

|

Jun 08, 2022 | 3:02 PM

Cricket : મિતાલી રાજે (Mithali Raj) ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 232 ODI અને 89 T20 મેચ રમી છે. તેણે 12 ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

Mithali Raj એ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરી
Mithali Raj (File Photo)

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ સુકાન અને અનુભવી બેટ્સમેન મિતાલી રાજ (Mithali Raj) એ નિવૃત્તિની જાહેરાત કરી છે. 2002 માં પોતાની ક્રિકેટની કારકિર્દી શરૂઆત કરનાર મિતાલી રાજે બે દાયકા સુધી શાનદાર રમત બતાવી અને હવે તેણે આ રમતને અલવિદા કહી દીધું છે. મિતાલી રાજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 232 ODI અને 89 T20 મેચ રમી છે. તેણે 12 ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. મિતાલી રાજે વનડેમાં 7805 રન બનાવ્યા છે અને ટી20 માં તેના બેટમાંથી 2364 રન આવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 699 રન બનાવ્યા છે. મિતાલી રાજે કુલ 8 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. તેણે વનડેમાં 7 અને ટેસ્ટમાં એક સદી ફટકારી હતી.

મિતાલીએ 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું અને સદી ફટકારી હતી

મિતાલી રાજે જ્યારે 16 વર્ષની હતી ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 26 જૂન 1999ના રોજ રમાયેલી તે મેચમાં મિતાલી રાજે ડેબ્યૂ વનડેમાં જ સદી ફટકારી હતી. મિતાલી રાજે આયર્લેન્ડ સામે 114 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચ 161 રને જીતી લીધી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

જાણો, ક્રિકેટને અલવિદા કહેતી વખતે તેણે શું કહ્યું…

મિતાલી રાજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, તે બીજી ઇનિંગ રમવા માટે તૈયાર છે. મિતાલી રાજે કહ્યું, ‘ટીમ ઈન્ડિયા (Team India) ની બ્લુ જર્સી પહેરીને તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સૌથી મોટું સન્માન છે. મારી યાત્રા ઉતાર-ચઢાવ બંનેથી ભરેલી રહી છે. છેલ્લા 23 વર્ષમાં મેં ઘણું શીખ્યું છે અને આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અને યાદગાર સમય રહ્યો છે. બધી મુસાફરીની જેમ આનો પણ અંત છે. આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહી છું.

મિતાલી રાજ મહિલા ક્રિકેટને વધુ આગળ લઇ જવા માંગે છે

મિતાલી રાજે આગળ લખ્યું, ‘જ્યારે પણ હું મેદાન પર ઉતરી ત્યારે મેં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો. મને લાગે છે કે રમતમાંથી વિરામ લેવાનો આ યોગ્ય સમય છે અને હવે ટીમ યુવા અને ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડીઓના હાથમાં છે. ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. હું BCCI અને સેક્રેટરી જય શાહના સમર્થનનો આભાર માનું છું. વર્ષો સુધી ટીમનું નેતૃત્વ કરવું મારા માટે મોટી વાત છે. આ સફર હવે પુરી થઈ ગઈ છે. પરંતુ હું આ રમત સાથે જોડાઈને મહિલા ક્રિકેટના વિકાસમાં યોગદાન આપવા ઈચ્છું છું.

Published On - 2:38 pm, Wed, 8 June 22

Next Article