MI vs RR IPL 2023 : રોહિત શર્માની ટીમનો મળ્યો 213 રનનો ટાર્ગેટ, યશસ્વી જયસ્વાલે IPL કરિયર પહેલી સેન્ચુરી ફટકારી

|

Apr 30, 2023 | 10:00 PM

1000th Match of IPL : આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની 1000મી મેચ રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોસ હારીને પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. યશસ્વી જયસ્વાલે પોતાના કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી.

MI vs RR IPL 2023 : રોહિત શર્માની ટીમનો મળ્યો 213 રનનો ટાર્ગેટ, યશસ્વી જયસ્વાલે IPL કરિયર પહેલી સેન્ચુરી ફટકારી
MI vs RR 1000th Match of IPL

Follow us on

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ રમાઈ રહી છે. આઈપીએલ 2023ની 42મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરુ થઈ હતી. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. રાજસ્થાનનો ઓપનર યશસ્વી જયસ્વાલ આજે પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. 20 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 212 રન રહ્યો હતો.

પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 62 બોલમાં 124 રન બનાવ્યા હતા. જોસ બટલરે 18 રન, સંજૂ સેમસન 14 રન, દેવદત્ત પડિક્કલે 2 રન, જેસન હોલ્ડરે 11 રન, હેટમાયરે 8 રન, ધ્રુવ જુરેલે 2 રન અને અશ્ચિને 8 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 12 સિક્સર અને 20 ચોગ્ગા જોવા મળ્યા હતા.

પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level
અમદાવાદમાં બનશે દેશનો સૌથી ઉંચો 'સિટી સ્ક્વેર', જાણો શું છે તેની વિશેષતાઓ?

પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અર્શદ ખાને 3 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ લીધી હતી. પિયુષ ચાવલાએ 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે જોફ્રા આર્ચર અને મેથેરીદે 1-1 વિકેટ લીધી હતી.

 

1000મી મેચની મોટી વાતો

  • રાજસ્થાન અને મુંબઈ વચ્ચે આઈપીએલ ઈતિહાસની 1000મી આઈપીએલ મેચ રમાઈ હતી.
  • કેપ્ટન રોહિત શર્મા બર્થ ડેના દિવસે મુંબઈ માટે આઈપીએલની 150 મેચ રમી હતી.
  • રોહિત શર્મા મુંબઈ માટે સૌથી વધારે મેચ રમનાર ખેલાડી બન્યો છે.
  • બટલર અને જયસ્વાલે ઓપનર તરીકે 8મી વાર 50 રનથી વધુની પાર્ટનરશિપ કરી હતી.
  • યશસ્વી જયસ્વાલે આજે આઈપીએલ કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી.
  • યશસ્વી જયસ્વાલે અનકેપ્ડ પ્લેયર તરીકે આઈપીએલમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.
  • સૌથી નાની ઉંમરમાં સેન્ચુરી ફટકારા ખેલાડીઓની લિસ્ટમાં ચોથા ક્રમે છે.
  • યશસ્વી જયસ્વાલે 21 વર્ષ 123 દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારી છે.
  • યશસ્વી જયસ્વાલે રાજસ્થાન માટે હમણા સુધીનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધવ્યો છે.

1000મી મેચની ખાસ ક્ષણો

 

 

 

 


છેલ્લા 15 વર્ષમાં 16 સિઝનથી ભારત સહિત વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલની રોમાંચક મેચોનો આનંદ લઈ રહ્યા છે. આઈપીએલ ઈતિહાસમાં ઘણા રેકોર્ડ બન્યા છે અને ઘણા રેકોર્ડ તૂટયા છે. ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે, આઈપીએલમાં પણ એવી ઘણી મેચો જોવા મળી છે જેમાં અશક્ય વાતો શક્ય બની છે. આવનારા વર્ષોમાં પણ આઈપીએલમાં નવા નવા ખેલાડીઓ આવશે અને ભારતની સૌથી મોટી ટુર્નામેન્ટને વધારે રોમાંચક બનાવશે.

રાજસ્થાન રોયલ્સે જીત્યો હતો ટોસ

 


રાજસ્થાન રોયલ્સ  : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

રાજસ્થાન રોયલ્સ ઇમ્પેક્ટ સબ્સ: ડોનોવન ફરેરા, એમ અશ્વિન, રિયાન પરાગ, કુલદિપ યાદવ, કુલદીપ સેન

મુંબઈ ઈન્ડિયન્સ  : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, રિલે મેરેડિથ, અરશદ ખાન

મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ સબ્સ: નેહલ વાઢેરા, રમણદીપ સિંહ, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, અર્જુન તેંડુલકર

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 9:34 pm, Sun, 30 April 23

Next Article