South Africa ના કોચ એ ભર્યુ મોટુ પગલુ, ટીમનો સાથ છોડવાનો લીધો નિર્ણય

|

Sep 12, 2022 | 11:54 PM

દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી એક પણ વર્લ્ડ કપ (World Cup) જીતી શક્યું નથી અને આ વખતે આ રાહ સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.

South Africa ના કોચ એ ભર્યુ મોટુ પગલુ, ટીમનો સાથ છોડવાનો લીધો નિર્ણય
Mark Boucher દક્ષિણ આફ્રિકાના હેડ કોચ ની સફર પૂર્ણ કરશે

Follow us on

ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ને આડે હવે લગભગ એક મહિનો બાકી છે અને તે પહેલા જ દક્ષિણ આફ્રિકાથી એક મોટા સમાચાર આવ્યા છે. સાઉથ આફ્રિકા ટીમ (South Africa Cricket Team) ના મુખ્ય કોચ માર્ક બાઉચર આ વર્લ્ડ કપ પછી પોતાનું પદ છોડી દેશે.ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે માર્ક બાઉચરે (Mark Boucher) કારકિર્દીની નવી તકો શોધવા માટે તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ટ્વીટ કર્યું, “દક્ષિણ આફ્રિકા ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચર ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી પદ છોડી દેશે.”

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

CSA એ કહ્યું આભાર

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કહ્યું, “અમે માર્ક બાઉચરને તેના સમય અને પ્રયત્નો માટે આભાર માનીએ છીએ. તેણે ત્રણ વર્ષમાં દક્ષિણ આફ્રિકા માટે ઘણું કર્યું છે. તેમણે અમને મુશ્કેલીના સમયમાં બહાર કાઢ્યા છે, તે પણ જ્યારે ઘણા સિનિયર ખેલાડીઓ નિવૃત્ત થયા હતા. તેણે ટીમની આગામી પેઢીના નિર્માણ માટે પાયો નાખ્યો છે.”

 

આ ટીમ સાથે જોડાઈ શકે છે

બાઉચરે ડિસેમ્બર-2019માં આ પદ સંભાળ્યું હતું. તેના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાએ 10 ટેસ્ટ મેચ, 12 વનડે, 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી હતી. બાઉચરના કોચિંગ હેઠળ પણ, દક્ષિણ આફ્રિકાએ ભારતને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 2-1થી જીત અપાવી હતી. આ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાને જીતના દાવેદાર તરીકે કોઈ માનતું ન હતું.મીડિયા અહેવાલ અનુસાર, બાઉચર એમઆઈ કેપ ટાઉનના કોચનું પદ સંભાળી શકે છે. દક્ષિણ આફ્રિકાને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારત સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે અને તે પછી ટીમ વર્લ્ડ કપ માટે રવાના થશે.

 

 

 

Published On - 11:36 pm, Mon, 12 September 22

Next Article